પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – આદિલ મન્સૂરી

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

– આદિલ મન્સૂરી

આ ગઝલ તદ્દન કાળીમેશ નિરાશામાંથી જન્મેલી છે. છેલ્લો શેર બહુ સરસ થયો છે… પોતાની જાતને માટીના ઠેકરા, અને એ પણ એઠા, સાથે સરખાવીને કવિએ સરસ ચોટ ઉપજાવી છે.

6 Comments »

  1. Vijay Shah said,

    May 11, 2008 @ 3:56 PM

    કેમ પડતુ નથી બદન હેઠું
    ક્યાં સુધી જીવવાનુ દુઃખ વેઠુ

    એ દેહની પીડા જે મન વેઠે છે તેમ કહી શાયર આધ્યાત્મની ઉંચી સ્થિતિ જેને આત્મા દેહથી જુદો છે તેને અભિવ્યક્ત કરે છે અને તે આત્મા બહાર માંડ આવ્યો ત્યાં સંસારની બીજી લાલચો પૈસા પ્રતિષ્ઠા અને કીર્તિ જેવા ઘણી ઘણી બાબતો આત્માને કેદ કરી ગઈ.. પણ પેલો જાગૃત આત્મા નીકળી ગયો અને રાખમાં શમાયેલી એષ્ણાઓ પાછા પેલા તુટેલા ઠીકરા જેવા દેહને એંઠુ કરવા બેઠા છે..આત્મા કદી તે ઠીકરાને શરણે પાછો ગયો છે કદી?

    સલામ
    આપની ઉચ્ચ માનસિક પરિસ્થિતિને…
    શાયર જનાબ!

  2. Bharat said,

    May 11, 2008 @ 6:49 PM

    માટી નુ ઠીકરૂ અને એઠુ !!! કેવી સાચી વાત !!!

  3. pragnaju said,

    May 12, 2008 @ 9:20 AM

    અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
    કોણ આ રાખથી થતું બેઠું.
    વાહ
    એ તો ફિનિક્ષ પક્ષી રાખમાંથી બેઠું થઈ ગયું-માટીનું ઠીકરુંને કંચનનું કરવા અને એઠુંને શબરીનાં બોર કરવા!

  4. Girish Desai said,

    May 12, 2008 @ 5:58 PM

    બુઝ્યો અગ્નિ શમી ચિતા, કરી આ દેહને ભુકત
    બુઝ્યો ના અગ્નિ વાસના કેરો,
    થયો ના આત્મા મુકત.

    જો અગ્નિ વાસના કેરો, ન પૂરો બળી જાયે
    તે એ બળેલી રાખમાંથી પણ,
    દેહ નવો ઊભો થાયે.

  5. વિવેક said,

    May 13, 2008 @ 2:27 AM

    અલગ જ કાફિયાઓ લઈને સાવ નવી જ માવજતવાળી મજબૂત ગઝલ…

  6. RAZIA MIRZA said,

    May 13, 2008 @ 5:03 AM

    હતાશા માં સ્ફુરેલી સંવેદનાઓ કેટ્લી સરસ રીતે વ્યક્ત થઈ છે?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment