તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0

મારીને  મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.  પ્રેમ0

મેં  ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો  સપને ન આવે. પ્રેમ0

-નરસિંહ મહેતા

4 Comments »

  1. ચાંદસૂરજ said,

    May 2, 2008 @ 4:09 AM

    પ્રેમરસને ભલા કોણ જાણે અને કોણ માણે? બસ એક તો પેલો નરસૈયો ભોગી અને બીજી પેલી વ્રજની ગોપિકાઓ. બાકી તો કોઈ વિરલા જ એને પામી શકે!

  2. gopal parekh said,

    May 2, 2008 @ 4:28 AM

    બહુ જ આનંદ વહેંચો છો,તમે સૌ મા-ગુર્જરીના લાડકા દીકરાવને મારા શતશત નમન,લગે રહો ગુજ્જુભાઇ

  3. pragnaju said,

    May 2, 2008 @ 9:45 AM

    પ્રેમરસમાં તરબોળ કરતું ભક્તીપદ
    અમ સૌને પ્રેમરસ લાયક બનાવે તેવી પ્રાર્થના

  4. ધવલ said,

    May 2, 2008 @ 12:42 PM

    ઘણા વખતે આ પદ જોયું !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment