બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ટૂંકી  ટચરક   વાત,   કબીરા,
લાંબી  પડશે  રાત,   કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના  સાત,  કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,
મારે  તેની    લાત,  કબીરા.

કાપડ  છો  ને   કાણી  પૈનું,
પાડો મોંઘી   ભાત,  કબીરા.

જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,
ફાટી ગઈ છે  જાત,  કબીરા.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ગયા અઠવાડિયે હૂબહૂ આજ છંદ અને આજ રદીફ સાથે લખેલી કબીરા ગઝલ આપણે માણી. ગઝલની મજા જ એ છે કે એક જ છંદ અને એક જ રદીફ વાપરીને ઢગલાબંધ લોકો લખે તો પણ ભાતીગળ અર્થચ્છાયાઓ નીપજાવવામાં એ સફળ રહે છે. યુવાકવિ ચંદ્રેશની આ ગઝલ પણ પોતીકો અવાજ ધરાવે છે.

છંદની પસંદગી ઘણીવાર પ્રયત્નપૂર્વક કરાતી હોય છે તો ક્યારેક અનાયાસ પણ થઈ જતી હોય છે, પણ બંને પરિસ્થિતિમાં જો એ ગઝલને ઉપકારક નીવડે તો જ મજા છે. ‘ગાગાગાગા’ના બે આવર્તનવાળો ટૂંકી બહેરનો છંદ પોતાની એક અલગ જ મૌસિકી ધરાવે છે જે અહીં ગઝલના ઉપાડ અને નિર્વાહ – બંનેમાં મદદરૂપ થઈ પડે છે. પહેલો જ શેર જોઈએ. ટૂંકી વાતનું લાઘવ અહીં કવિને અભિપ્રેત છે. આપણે ‘ટૂંકુટચ’ બોલીએ ત્યારે એકદમ ટૂંકું હોવાની અભિવ્યક્તિ કરીએ છીએ. કવિ ‘ટચ’ના ટુકડાને અલગ પાડીને સાવ નવો જ ‘ટચરક’ શબ્દ પ્રયોજે છે. શબ્દકોશમાં જોયા વિના આ નવ્યતર શબ્દ આપણને સમજાઈ જાય છે એ કવિનું સફળ કવિકર્મ. વાત મત્ર ટૂંકી નથી, ટૂંકાને ય લાંબું કહેવડાવે એવી સાવ જ ટૂંકી ટચરક છે અને આ વાતના લાઘવનું વહન કરવા માટે ટૂંકી બહેરનો અને ગાગાગાગાના બે આવર્તનવાળો જે ગેય છંદ અહીં પ્રયોજાયો છે તે સાર્થક સાબિત થાય છે અને કવિની વાતને પુષ્ટિ આપતો હોય એમ મિસરો શરૂ થાય ત્યાં જ પૂરો થઈ જતાં ભાવકને વાતનું ટૂંકાપણું નિમિષમાત્રમાં સ્પર્શી જાય છે. પણ શેરમાં જે કવિતા છે એ બીજા મિસરામાં ઊઘડે છે. વાત તો સાવ ટૂંકામાંય ટૂંકી છે, પણ આપણે લાં…બી રાત પાડી દઈશું અને કદાચ તોય એનો અંત નહીં જ આવે… આપણા સ્વભાવની વિસંગતતા અહીં સુપેરે ખુલ્લી પડે છે.

ગઝલના બીજા શેર પણ આમ જ એક પછી એક ઊઘાડી જોવા જેવા થયા છે…

26 Comments »

 1. કુણાલ said,

  April 24, 2008 @ 2:52 am

  ટૂંકી ટચરક વાત, કબીરા,
  લાંબી પડશે રાત, કબીરા.

  ખુબ જ મજાનો શેર …

  કાપડ છો ને કાણી પૈનું,
  પાડો મોંઘી ભાત, કબીરા.

  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા.

  માનવ સ્વભાવની peculiar tendencies વિશે વાત કરતા આ બંને અશ’આર સુંદર બન્યા છે…

  આવી મજાની ગઝલ માણવા મળી એ બદલ ખુબ ખુબ આભાર …

 2. pragnaju said,

  April 24, 2008 @ 8:46 am

  ટૂંકી બહેરની મજાની ગઝલ
  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા.
  આપણે આપણી જાતનું નીરીક્ષણ કરીશું
  તો કદાચ આ વાત વધુ સમજાશે!
  મરનારને લાકડાની પણ ફીકર્!
  ટૂંકી ટચરક વાતનું ચિંતન કરતા કદાચ ન લાગશે લાંબી રાત, કબીરા.
  ચંદ્રેશ મકવાણાની સુંદર ગઝલથી નારાજ નથી કબીરા

 3. ધવલ said,

  April 24, 2008 @ 8:55 am

  કાપડ છો ને કાણી પૈનું,
  પાડો મોંઘી ભાત, કબીરા.

  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા.

  બહુ સરસ શેર ! કદાચ ‘જતન સે ઓઢી, જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયાં’… પરથી કબીર અને કાપડનો પૂર્વાપર સંબંધ પકડ્યો છે 🙂

  પહેલો શેર તો સરસ છે જ. આ ગઝલ કબીરના સંદેશ પર છે જ્યારે આગલી કબીર પર. બંને પૂરક છે. બંને સાથે માણો તો એટલો વધારે કેફ !

 4. RAZIA said,

  April 24, 2008 @ 10:28 am

  વાહ ! મજા આવી ગઈ.
  રણ માં ડૂબ્યા માંડ નિકળ્યા,
  જીવ પર થી ગઈ ઘાત કબીરા.

  રઝિયા મિર્ઝા.

 5. ભાવના શુક્લ said,

  April 24, 2008 @ 1:14 pm

  વાહ! સરસ આતો…

  તારી-મારી કરતા ખોધી
  સમુળગી નિરાત કબીરા.

 6. ડો.મહેશ રાવલ said,

  April 25, 2008 @ 3:24 am

  સુંદર ગઝલગુંથણી બદલ ચન્દ્રેશભાઈને અભિનંદન.
  ટુંકી બહરમાં અભિવ્યક્તિના ધોધને સમાવવો અઘરો પડે છે એ,
  એક ગઝલકાર તરીકે મેં પણ ઘણીવાર અનુભવ્યુ છે !

 7. MAYANK TRIVEDI said,

  April 25, 2008 @ 5:26 am

  ટૂંકીવાત,ને લાંબી રાત
  ટૂંકા માં ઘણૂ બધુ કહી દીધૂ
  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા
  self introspection કરવાની વાત સરસ રીતે કરી
  અિભ્નંદન
  મયંકTRIVEDI ,SURAT

 8. Shah Pravinchandra Kasturchand said,

  April 25, 2008 @ 8:22 am

  “અવસર કેવળ એક જ દિ’નો,
  વચ્ચે મહિના સાત, કબીરા”

  અર્થ સંકેત આવૃત્ત છે;કોઈ અનાવૃત્ત કરશે?

  બાકી તો “ગમી” તે ગઝલ “ઘાયલ’.
  પાય ઓપી ઊઠે તે પાયલ
  અને આવી રચના કોને ના ગમી એ કહેશો?
  અભિનંદન.

 9. સુરેશ જાની said,

  April 25, 2008 @ 8:44 am

  કાપડ છો ને કાણી પૈનું,
  પાડો મોંઘી ભાત, કબીરા.

  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા.

  ——————–
  આ બે શેર બહુ જ ગમ્યા.

 10. Maheshchandra Naik said,

  April 25, 2008 @ 9:16 am

  JIV HAJI AE ZABBAMAN CHE,
  FATI GAI CHE JAT

 11. GAURANG THAKER said,

  April 25, 2008 @ 9:44 am

  Good gazal.and nice selection Vivekbhai….

 12. nilamhdoshi said,

  April 25, 2008 @ 11:28 am

  very nice gazal. enjoyed a lot…thankx

 13. vishwadeep said,

  April 25, 2008 @ 12:00 pm

  જીવ હજીએ ઝભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત, કબીરા. જોરદાર શે’ર..

 14. Rasik Meghan said,

  April 25, 2008 @ 12:51 pm

  સુંદર …. અતિ સુંદર્… આ રદીફપરની બંને ગઝલો સુંદર છે

 15. GURUDATT said,

  April 26, 2008 @ 8:48 am

  કાપડ છો ને કાણી પૈનું,
  પાડો મોંઘી ભાત, કબીરા…

  વાહ..ખૂબ જ સુંદર અભિવ્યક્તિ આટલા ઓછા શબ્દોમાં!

  એક એક શેર ચોટદાર-દમદાર-

  રદીફ-કાફિયા માટે તો સો સલામ-આમેય -કબીરા-શબ્દ અને
  વ્યક્તિ માટે મને ખૂબજ પક્ષપાત છે..ખોબે-ખૂબ્ અભિનન્દન નારાજ’ સાહેબને..

 16. parshuram chauhan said,

  April 27, 2008 @ 10:37 am

  અભિનનંદન !! લાગે છે ગુજરાતી ગઝલ નો સૂર્ય સોળે કળા ખીલી રહ્યો છે…..!

 17. ધ્રુવ said,

  April 28, 2008 @ 12:49 am

  મજા આવી ગઈ …

 18. ઊર્મિ said,

  May 2, 2008 @ 9:44 am

  આ ગઝલને વખાણવા માટે તો મને કોઈ શબ્દો જ નથી મળતા… જાણે મત્લા મુગટ અને મક્તા પાયલ હોય એવું લાગ્યું… અને આખી ગઝલ જાણે કે સાક્ષાત ગઝલદેવી…!! હવે દિવસો સુધી આ લય અને ‘કબીરા’ની રૂમઝૂમ મનમાં સંભળાયા કરશે એવું લાગે છે દોસ્ત… 🙂

 19. Pinki said,

  May 2, 2008 @ 12:15 pm

  સુંદર ગઝલ….

  દરેક શેર સરસ…….

  “અવસર કેવળ એક જ દિ’નો,
  વચ્ચે મહિના સાત, કબીરા”

  શેર પૂરતો ખૂલતો નથી …….?!!

 20. sulochna said,

  November 8, 2009 @ 4:48 am

  can anyone give me address of chandresh makwana ??????

 21. BHAUNIK said,

  December 9, 2009 @ 1:47 am

  ેબહુ સરસ.

 22. B.S.Raval said,

  December 9, 2009 @ 1:56 am

  Chandresh Makwana’s Mobile No. 9898521570

 23. sanket said,

  June 1, 2010 @ 4:53 am

  મહેસાના મા આ ગઝલ સાંભળઇ હતિ ….મજા આવિ ગઇ

 24. sanket said,

  June 1, 2010 @ 4:57 am

  મહેસાણા મા પેલિ મહેસાણિ ભાશા મા ગાઇ હતિ એ પોસ્ટ કરો

 25. વિનય ખત્રી said,

  May 7, 2011 @ 7:40 am

  મજાની રચના.

  ‘ટચરક’ એટલે? ભગવદ્‍ગોમંડળમાં જોયું ‘ટચરક’ શબ્દ મળ્યો નથી!

  કે પછી ટાઈપ ભૂલ છે?

 26. sureshkumar vithalani said,

  May 9, 2011 @ 8:35 pm

  A wonderful Gazal, indeed! Congratulations to Chandresh Makwana! And thanks, too! Thanks to Vivekbhai and Dhavalbhai also.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment