નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

પાનખરમાં પર્ણ… – બિસ્મિલ મન્સૂરી

પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?

હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?

અપરિચિત લાગણીની વારતા,
ચુપ રહો તો આંખમાં ડોકાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.

-બિસ્મિલ મન્સૂરી

2 Comments »

  1. pragnaju said,

    April 26, 2008 @ 9:49 AM

    ગઝલનાં પાંચે પાંચ શેર મઝાના-એકે એક શેરે તેમની જ પંક્તીઓ ગણગણાઈ
    પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
    એક સપનું આંખમાં મુરઝાય છે
    હસતા મોઢે જીરવી જાણો,
    પળપળના આઘાત છે જોગી.

    અમથી અમથી રાતભર જાગ્યા કરું,
    વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?
    આંખ મીંચીને સઘળું વિચારી લીધું.
    ધારવાનું બધું આમ ધારી લીધું.

    હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
    હોઠે કોનું નામ આવી જાય છે ?
    સૌના મનની તરસ છીપાવે,
    કવિતા સરિતા તો સહિયારી.

    અપરિચિત લાગણીની વારતા,
    ચુપ રહો તો આંખમાં ડોકાય છે.
    યાદોની મેંદીમાં બિસ્મિલ
    ઝાંખી પડતી ભાત છે અહિંયા.

    જે કદી યે શબ્દમાં આવે નહીં,
    તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
    લોક મોઢે તો અફવાઓ ઉડતી રહી,
    શાંત ચિત્તે બધું આવકારી લીધું.

  2. ભાવના શુક્લ said,

    April 28, 2008 @ 5:02 PM

    ખુબ નમણી રચના!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment