સૌ સબંધોનો તું સરવાળો ન કર,
આ બટકણી ડાળ છે માળો ન કર
ઉર્વીશ વસાવડા

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

raeesh maniar 
(એક તરોતાજા અક્ષુણ્ણ ગઝલ…   …રઈશ મનીઆરના સ્વહસ્તે ખાસ લયસ્તરોના વાચકો માટે)

આ અનુનય વિનય શું સતત શબ્દમાં
મારે કહેવું હતું કંઈ સખત શબ્દમાં

રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
મારે નામે થઈ એક છત શબ્દમાં 

જીવતાં જાગતાં આંખ મીંચી દીધી
ને પછી ઊઘડ્યું એક જગત શબ્દમાં

જાવ રમવું નથી કહી કલમ કર ગ્રહી
ને પછી માંડી કેવી રમત શબ્દમાં

આવે એક લખલખું, થાય એને લખું
વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં

માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં

-ડૉ. રઈશ મનીઆર 

“શબ્દ” કવિનું ઓજાર… પથ્થર પણ એ જ અને શિલ્પ પણ એ જ. જેમ માણસ જન્મ્યો ત્યારથી હોવાપણાંનો તાગ મેળવવા મથતો આવ્યો છે એજ રીતે કવિતાનો પહેલો શબ્દ લખાયો ત્યારથી કવિ શબ્દનો પાર પામવા સતત મથતો રહ્યો છે. રઈશભાઈની આ ગઝલ પણ આ મથામણની જ ઉપજ છે. આમ તો આખી ગઝલ તરફ વાંચતા જ પક્ષપાત થઈ જાય એમ છે પણ એમણે જે ઘડીએ આ ગઝલ સંભળાવી ત્યારથી મારું ધ્યાન તો આખરી શેર પર જ રહી રહીને જયા કરે છે…  

17 Comments »

 1. સુનીલ શાહ said,

  April 12, 2008 @ 2:56 am

  સરસ, ચોટદાર ગઝલ. તેમાંયે આ શેર સૌથી વધુ ગમ્યા…
  રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
  મારે નામે થઈ એક છત શબ્દમાં

  આવે એક લખલખું, થાય એને લખું
  વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં

 2. Pinki said,

  April 12, 2008 @ 3:01 am

  રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
  મારે નામે થઈ એક છત શબ્દમાં

  આવે એક લખલખું, થાય એને લખું
  વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં
  ખૂબ જ સરસ…….

  શબ્દનો બંદો ફરતો શબ્દમાં,
  લખવો તે કેમ એને શબ્દમાં…….! !

 3. nilam doshi said,

  April 12, 2008 @ 10:11 am

  આમ લખવું કરાવે અલખની સફર…..

  શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં…

  ખૂબ ગમ્યું. આભાર સાથે આનંદ..આનંદ..

 4. pragnaju said,

  April 12, 2008 @ 11:06 am

  એક તરોતાજા અક્ષુણ્ણ ગઝલ માણતાં જ આનંદ આનંદ
  તેમાં સાચેજ આ શેર
  આમ લખવું કરાવે અલખની સફર
  શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં
  ખૂબ ચીંતન કરીએ તેમ વધુ આનંદની અનુભૂતી કરાવે-
  તરોતાજા અક્ષુણ્ણ ન લાગે પણ તેમની પાસે જ વારંવાર સાંભળેલો લાગે!
  જાણે નરસીંહનો શબ્દ
  નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
  તે જ હું, તે જ હું, શબ્દ બોલે.
  શબ્દ તે બ્રહ્મ- સૌથી મહત્વની વિભાવના છે સર્વવ્યાપ્ત ‘બ્રહ્મ’ની.‘ॐ ईशा वास्यमिदं सर्वं यत्किन्च जगत्यां जगत…’ જગતમાં જે કંઈ અસ્તિત્વમાન છે અને જ્યાં પણ અસ્તિત્વમાન છે તે સર્વમાં ઈશ્વર (દૈવી પ્રભાવ) વિદ્યમાન છે, નિહીત છે. તાત્વિક રીતે ઈશ્વર, વિશ્વ, પાર્થિવ અને અપાર્થિવ વચ્ચે અર્થગ્રહણની ર્દષ્ટિએ આ સૌથી મહત્વની બાબત છે. ઉપનિષદોની ર્દષ્ટિએ, અંતિમ પૃથક્કરણમાં એ સાબિત થાય છે કે, જે કંઈ અસ્તિત્વમાન છે તે સઘળું દીવ્ય ઉર્જાનું જ મૂર્ત સ્વરૂપ છે. તેનું ચીતનનું સમાપન જ ન થાય,,,આચારેણ સમાપયેત

 5. MAHESHCHANDRA NAIK said,

  April 12, 2008 @ 12:55 pm

  MATHE SANKAT HATU SHABD SHANKAR ABNYA
  OGALYO VAKHA SARIKHO VAKAHT SHABDAMAN.
  Aa sherman Dr. Raishbhai a ghanu kahi didhu chhe, ane Ishwar prayteno bhav pan dekhay chhe. GREAT GHAZAL
  CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!to Dr Raishbhaine
  COMPLIMENTS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!to Dr Vivekbhaine, Thanx.

 6. m said,

  April 12, 2008 @ 4:34 pm

  wow !
  nice meter ! superb !

 7. dilip ghaswala said,

  April 13, 2008 @ 4:19 am

  સરસ ગઝલ…
  ખુબ ગમી….
  દિલીપ ઘાસવાલા

 8. હેમંત પુણેકર said,

  April 13, 2008 @ 12:57 pm

  રઈશસરની ઓર એક હૃદયસ્પર્શી રચના. નીચેની પંક્તિઓમાં રહેલી આંતરિક પ્રાસ યોજના ધ્યાન ખેંચે છે.

  આ અનુનય વિનય શું સતત શબ્દમાં

  રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં

  આવે એક લખલખું, થાય એને લખું

  ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

  આમ “લખ”વું કરાવે અ”લખ”ની સફર

 9. KAVI said,

  April 14, 2008 @ 5:43 am

  ા ગઝલ માણવી ગમી.
  રહીશભાઈ જેવા ગઝલકારની ગઝલ અન્ગે કોમેન્ટ કરવાની ગુસ્તાખી તો મારા જેવા જુનીઅરથી થાય જ નહી ને.
  પણ એમના સ્વ હસ્તાક્ષરમા ગઝલ વાચવા મળી, તેનો આનન્દ વ્યક્ત કરુ છુ.

 10. Mukund Desai said,

  April 14, 2008 @ 2:55 pm

  સરસ મઝા આવી ગઈ

 11. naman said,

  April 15, 2008 @ 4:06 pm

  બહુજ ગમી…

  (એ હસ્તલિખિત img file copy કરીને અમુક મિત્રોને મોક્લી છે.)

 12. Urmi said,

  April 17, 2008 @ 7:48 am

  ખૂબ જ સુંદર ગઝલ…

  થોડા દિવસ પહેલા પણ આ વાંચી હતી, પણ ઉતાવળમાં એટલી સારી રીતે માણી શકી નહીં જેટલી આજે માણી… ખૂબ જ માણી… હવે થોડા દિવસ આ ગઝલ અને લય મનમાં ઘુમરાયા જ કરશે… જેની મને જરૂરત જ હતી. 🙂

 13. RAZIA said,

  April 19, 2008 @ 6:03 am

  લખતા લખતા તો ઘણી વાતો લખાઈ જાશે,
  પણ મારે કહેવું છે ફકત શબ્દ માં.

  ડો.રઈશ મણિયાર સાહેબ ની હસ્તલીખીત ગઝલ ખૂબ ગમી.

 14. parshuram chauhan said,

  April 22, 2008 @ 9:29 am

  AN EXTRA ORDINARY REAL GAZAL !!!

 15. parshuram chauhan said,

  April 22, 2008 @ 9:30 am

  AN EXTRA ORDINARY AND REAL GAZAL !!

 16. harish vyas said,

  July 17, 2015 @ 4:55 am

  ઘણી જ સરસ ગઝલ

 17. Sureshkumar G. Vithalani said,

  August 21, 2015 @ 12:53 pm

  Very Nice Gazal. Thanks. Congratulations to The Poet.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment