ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

છું હું – મનહર મોદી

ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.

એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું.

મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું

થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું.

બંધ થઈ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું.

– મનહર મોદી

જાતને શોધવાની રમત બધી કલાઓની જનની છે. આ રમતમાં જે જીતી ગયા એ દુનિયા જીતી ગયા. કવિ પોતાની જાતને શોધવાની રમત આદરે તો આવી ગઝલ મળે.

5 Comments »

 1. Pinki said,

  April 7, 2008 @ 7:19 am

  મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
  મને આવડી ગયો છું હું.

  સરસ વાત કરી છે જાત ઘૂંટવાની……..

  અને છેલ્લે,
  બંધ થઈ જાઉં આજ શબ્દ બની
  એટલો ઊઘડી ગયો છું હું.

  શબ્દની જેમ મૌન બની ખૂલી જવાની વાત પણ મજાની ……

 2. pragnaju said,

  April 7, 2008 @ 8:28 am

  સરસ ગઝલ
  આ ફ્રરી ફરી બંધાવવાની વાત ખાસ ગમી
  થાય છે કે ફરીથી બંધાઉં
  સામટો ગડગડી ગયો છું હું.
  યાદ આવી
  લોહી લૂહાણ રોજ છે મારું શરીર તોય
  તારા જરાક ઘાવથી તડપી ગયો છું હું
  રસ્તે સળગતા ધૂપની એવી રહી છે યાદ
  ચુપચાપ સઘળી એષણા ભૂલી ગયો છું હું
  જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
  કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

 3. Sanatan vamja said,

  April 7, 2008 @ 8:39 am

  વાહ દોસ્ત મજા પડિ ગઇ અફ્લાતુન “મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
  મને આવડી ગયો છું ” કેટ્લુ ઉન્ડાન અદભુત્…

 4. Dr Niraj Mehta said,

  July 16, 2012 @ 1:33 am

  ‘ને મને આવડી ગયો છું હું

  એમ હોવું જોઈએ. ઓરિજિનલ એમ જ છે.

 5. ધવલ said,

  July 16, 2012 @ 7:56 pm

  આભાર નીરજ, સુધારી લીધું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment