જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

અરધી રાતે – મનોજ ખંડેરિયા

અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….

ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી  ઝગમગતો
તાજી  ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની  હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો  ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે  કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.

-મનોજ ખંડેરિયા

વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!

5 Comments »

 1. perpoto said,

  June 8, 2013 @ 4:37 am

  આજ તમે તો અજાણ એવી કોક ઘટામાં જઇને બેઠાં…
  પંચમ શુક્લની ..તમે અચાનક ચાલી નીક્ળો ઘરને રાખી રેઢું..

  વિરહને..કેવો ઝીણો પીંજે છે….

 2. pragnaju said,

  June 8, 2013 @ 8:22 am

  મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
  ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
  આજ તમે તો
  અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
  વાહ…ા
  અનેક શેરો યાદ આવી ગયા

  મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
  મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

  મૌસમ-એ-હિજ્ર મેં યે બારીશ કા બરસના કૈસા ?
  એક સહેરા સે સમંદર કા ગુઝરના કૈસા?

  કીસ તરહ સે મુમકીન થા ..એક શાખ પર ખિલતે?
  મૈ થા હીજ્ર કા લમ્હા….તુ વિસાલ કા મૌસમ.

  લોગ કહેતે હૈ ગુલિસ્તાં કી તબાહી દેખો…
  મૈ તો વિરાન સા જંગલ થા ઉજડના કૈસા?

  बिछडा कुछ इस अदा से के रूत ही बदल गइ….
  एक शख्स सारे शहेर को विरान कर गया.

 3. ધવલ said,

  June 8, 2013 @ 10:43 am

  વાહ ! ઘેરાયેલા લીલામેશ વિરહનુ કૂણું ગાન !

  ગડાકુ= એક જાતની તમાકુ (મારા જેવા બીજા લોકો માટે!)

 4. Maheshchandra Naik said,

  June 8, 2013 @ 1:51 pm

  અડધી રાત્રે વિરહની વેદનામા સ્મરણ માત્ર આનદની લહેરકી આપી જાય એ કવિહ્દય જ વ્યક્ત કરી શકે એવી ભાવવાહી રચના, કવિશ્રી મનોજ ખડેરિયાને શ્રધ્ધા સુમન્…………..

 5. RASIKBHAI said,

  June 8, 2013 @ 11:30 pm

  રેશ્મ્મ નિ રજઐ જેવિ કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment