બૉર્ડ મારી ‘હૉલિડે’નું પાછો સૂતો સોમવાર,
કેટલા વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!
- વિવેક મનહર ટેલર

અણચિંતવી દાદ – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

અદભૂત અનુભૂતિનું કાવ્ય…….કાવ્યના ભાવવિશ્વમાં ડૂબકી મારી જોવા જેવી છે……આંખો બંધ કરી ધીમે ધીમે ગણગણી જુઓ…….

2 Comments »

  1. Harshad said,

    December 15, 2013 @ 10:58 AM

    સુન્દર અભિવ્યક્તિ.

  2. Shah Pravinchandra Kasturchand said,

    December 15, 2013 @ 8:16 PM

    ૧૯૬૨માં મારા લગ્ન અને તેમાં તમારી હાજરી;
    આંખો છલકાઈ આજ કે જ્યાં યાદ તમારી આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment