પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
ભરત વિંઝુડા

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

10 Comments »

  1. lata j hirani said,

    December 14, 2013 @ 3:29 AM

    કમાલનો શેર….

    અંદર બેઠેલું બ્રહ્માંડ જેનાથી આપણે સૌ અજાણ છીએ….

  2. lata j hirani said,

    December 14, 2013 @ 4:24 AM

    લયસ્તરોની ટીમને સો સલામ…..

  3. perpoto said,

    December 14, 2013 @ 8:57 AM

    મનહર મોદી-સાદા,સરળ પણ વેધક….

    તાગે ફોતરે
    ઝાડે બેઠો વાંદરો
    નકલ કરે

    મનહરભાઈને આ હાયકુ અર્પણ

  4. Chandresh Thakore said,

    December 14, 2013 @ 10:48 AM

    “ગાડા તળે કૂતરું ચાલે, મારે માથે ભાર” … મીંડાં વગર ૧ થી ૯ની કીંમત વધતી નથી જ. દુનિયા ભલે ને એના તાનમાં મસ્તાન હોય, મીંડું પોતાની કીંમત સમ્જીને મૂછે વળ દઈને દુનિયાની રમત જોઇ રહ્યું છે …

  5. સુરેશ જાની said,

    December 14, 2013 @ 5:38 PM

    ‘મીંડું’ શબ્દ વાપરીને મ.મો.એ કમાલ કરી દીધી છે. ‘તાગે’ શબ્દમાં પ્રેક્ષા તરફ નિર્દેશ લાગે છે.
    ———
    આપણું પાયાનું અસ્તિત્વ ‘શૂન્ય’ છે – એ અનુભૂતિ થાય ( ગનાન નહીં ! ) અને ‘વિચારક’ ભાવની જગ્યા ‘પ્રેક્ષક’ ભાવ લે – પછી બધી વાણી શમી જાય છે –
    એમ ત્યાં પહોંચેલા મહાન આત્માઓ જણાવે છે.

  6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    December 15, 2013 @ 1:15 AM

    મીંડુ એટલે કે શુન્ય નો અર્થ અજ્ઞાન ? દુનિયાને તાગે એટલે શાશ્વત જ્ઞાનની આકાંક્ષા? અથવા ખાલી ચણો વાગે ઘણો એ અર્થમાં મિથ્યાડ્ંબરનું પ્રદર્શન? ખરેખરતો… સુરેશજાની એ કહ્યું જે વધુ યોગ્ય લાગે છે, તેમ જો ” આપણું પાયાનું અસ્તિત્વ ” શૂન્ય” છે એની અનુભૂતિ થાય, અને ” વિચારક”ભાવની જગ્યા “પ્રેક્ષક” ભાવ લે- પછી બધી વાણી ( ડહાપણ)ની શમી જાય. બસ એ કક્ષાએ પહોંચાય એટલી જીજીવિષા જાગવી જોઈએ! તાગવું શબ્દનો અર્થ “પરિક્ષા” કે “ચકાસવું” અર્થ માં લઈએ તો… ઈસુ એ ગૉડ ને પ્રાર્થના કરેલ એમ ” એમને માફ કરજે, એવો શું કરી રહ્યા છે એનું એમને જ્ઞાન નથી!!!” એમ કહી ને બેસી તો ન રહેવાય , પરંતુ “ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જવા” ના પ્રયત્ન શરુ કરી દેવા જોઈએ, વધુ નુકશાન થાય કે કરે તે પહેલા!

  7. La' Kant said,

    December 16, 2013 @ 2:09 AM

    સુરેશ જાની said, / December 14, 2013 @ 5:38 pm / “એ અનુભૂતિ થાય “,…-આવા જ ‘કૈંક’ અર્થ-મર્મ ની વાતો… જીવન ના એક પડાવે …સહજ સ્વાભાવિક ….” એક મીંડું અંદર બેઠું છે “માં જે અભિપ્રેત છે …તે …” …પછી બધી વાણી ( ડહાપણ)ની શમી જાય. ” નો સ્ટેજ આવે એવી
    જીજીવિષા પણ ન જાગે ….. એ જ લક્શ્ય …સધાય સહજ … અપ્રયત્ન …તે સહી….

    ” હું ! ને, મારું કેન્દ્ર !

    “એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
    મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
    આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
    ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
    આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર, વળે કરાર,
    ચકરાવે ચઢી ગયો છું, આ ગોળ ગોળ ચક્કર ચક્કર અપાર ,
    ઊંડે..ઓર.. ઊંડે..આ વમળમાં..વમળ..તેમાં વમળ,કમળ
    અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ’નું તળ, જાણે એ સ્થિર પળ.
    ‘…અને પછી, ‘આ’ કે ‘તે’ ?ના વિકલ્પ પણ, આગળ પાછળ,
    મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું’,’મારું’ની સાંકળ,
    તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ-આકળ ,
    ફૂલો,રંગો સુગંધો ને શીતળતા, કોમળ કળી પર ઝાકળ,
    કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
    નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
    પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
    જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.

    -લા’કાંત / ૧૬-૧૨-૧૩

  8. harnish said,

    December 16, 2013 @ 10:29 AM

    હુ’ રોજ લયસ્તરો માણુ’ છુ’. ટિમને આભિન્;દન

  9. Kishor Ahya said,

    February 20, 2026 @ 4:58 PM

    આપણે મનુષ્યો હજાર વાર અહંકાર ને મિટાવવાની વાત સાંભળી ચૂક્યા હઈશું. આ અહંકાર કેટલોક પ્રાકૃતિક તો કેટલોક મનુષ્ય દ્વારા સર્જિત છે. જન્મ થી મૃત્યુ સુધી વ્યક્તિને જે શીખવવામાં આવે છે તે બધું ધીમે ધીમે હું કે હું પણું બનતું જાય છે .આ હું પણું એટલે Ego. (અહંકાર) પ્રથમ નામ ,ધીરે ધીરે મનુષ્ય હું (અહંકાર )ને જ પોતનુ હોવું સમજવા લાગે છે. અને આ હું માં જન્મ વખતે જન્મતા જ મળેલ મહાશુન્ય ક્યાંય દેખી શકાતું નથી.

    જ્યારે મનુષ્ય અહંકાર શૂન્ય દશામાં આવે છે ત્યારે એ શૂન્ય અવસ્થામાં સૌ પ્રથમ સ્વયં ને જુએ છે ,ત્યાર બાદ સ્વયં ની સાથી સાથ થતા અનુભવ સાથે દુનિયા પણ અનુભવી શકે છે.

    આદરણીય કવિશ્રી મનહરભાઈ મોદી કહે છે તેમ એક અંદર બેઠેલું મીંડુ (શૂન્ય)છે .ખરેખરતો એ જ દુનિયા જુએ છે, પણ આપણે મનુષ્ય એમ માનીએ છીએ કે આપણે જોઈએ છીએ! સાંભળીએ છીએ! સ્વાદ કે ગંધ લઇએ છીએ !પરંતુ હકીકત એ છે કે શરીર તો એક યંત્ર જેવું કામ કરે છે. જે કઈ શરીરને અનુભવ થાય છે તે આત્મા અથવા ચેતનતત્વને જ થાય છે, એથી જ તો આત્માને ખરો ભોગી કહેવાયો છે!

    આ દુનિયામાં ન ભોગવી શકાયેલ ઇચ્છિત ભોગ, ભોગવવા માટેજ માટે જ આત્મા ફરી ફરી જન્મ ધારણ કરે છે ને ઇચ્છિત ભોગ ભોગવે છે.જ્યારે મનુષ્યની કોઈ ઇચ્છા બાકી રહેતી ન હોય ત્યારે આત્માને ફરી જન્મ લેવાનું કારણ બનતું નથી, શરીર હોય પણ ચેતન તત્વ ચાલ્યું ગયું હોય ત્યારે શરીર કઈ અનુભવી શકતું નથી. આમ જીવનની સમગ્ર લીલા આત્મા ને કારણે છે, આત્મા અદૃશ્ય છે, ભાષામાં આત્મા કે બ્રહ્માંડ ને શૂન્ય અથવા પૂર્ણ કહેવામાં આવે છે. કવિ કહે છે આ શુંન્ય દુનિયાને તાગે છે તાગવું એટલેકે ઇચ્છિત મેળવવું.

    અહીં કવિએ ખુબજ આધ્યાત્મિક ઊંડાણ ધરાવતી પંક્તિ આપી છે. પણ આ બધી સાંભળેલી વાતો છે!, તે નકશાની જેમ ઉપયોગમાં માપદંડ તરીકે કામ આવી શકે,પણ આ સિવાય આધ્યાત્મિક જગતમાં સ્વયં ના અનુભવ સિવાય બીજી કોઈ વાતનું કોઈ મહત્વ હોતું નથી,

    ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ધ્યાન, જ્ઞાન, ભક્તિ, કર્મ એવા માર્ગો બતાવ્યા છે. જ્યાં મનુષ્યની તમસ, રજસ અને સત્વ પ્રકૃતિની વાત કરી મનુષ્ય પોતે કઈ રીતે આત્મ અનુભવ કરી શકે એ સમજાવ્યું છે.

    લય સ્તરોની ટીમ દ્વારા ભાવકોને અભિપ્રાય આપવાનું કહેવું એ ટીમની સત્ય જાણવાની જીગ્યાસાં દર્શાવે છે.આ માટે ટીમને ધન્યવાદ. ભાવકોએ પણ સરસ અભિપ્રાયો આપ્યા છે.

    🌹🌹🌹🌹

  10. વિવેક said,

    February 21, 2026 @ 8:37 AM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર… જૂની પૉસ્ટ પર કમેન્ટ કરી એને ફરી સ્મરણપટ પર તાજી કરાવવા બદલ શ્રી કિશોર આહ્યાનો વિશેષકર આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment