એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
– વિનોદ જોષી

અમે ચુપ થઈ ગયાં છીએ – મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

કવિનું તો મૌન પણ બોલે… સાંભળનાર પાસે કાન હોવા ઘટે !

9 Comments »

  1. સુનીલ શાહ said,

    February 19, 2011 @ 11:48 AM

    પ્રત્યેક શેર લાજવાબ છે..સુંદર અભિવ્યક્તિ.

  2. pragnaju said,

    February 19, 2011 @ 1:20 PM

    સુંદર ગઝલ
    આ શેર

    ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
    હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
    વાહ્
    યાદ આવ્યો
    તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
    ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

  3. dHRUTI MODI said,

    February 19, 2011 @ 2:59 PM

    સુંદર રચના.

  4. Faruque Ghanchi બાબુલ said,

    February 19, 2011 @ 4:36 PM

    મનોજ ખંડેરિયાના ખડિયેથી ઢોળાયેલા શબ્દો વાસ્તવમાં વાચાળ છે, અદભૂત!

  5. preetam lakhlani said,

    February 19, 2011 @ 9:48 PM

    હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
    દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

    ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
    હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

    અફલાતુન્ શેર્….

  6. jigar joshi 'prem' said,

    February 20, 2011 @ 6:22 AM

    ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
    હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

    અતિ સુઁદર

  7. Ila Hadawani said,

    February 21, 2011 @ 8:43 AM

    ખુબ જ સુન્દર્. ..

  8. હેમંત પુણેકર said,

    February 21, 2011 @ 11:48 PM

    ખૂબ સુંદર રચના અને આ શેરની મજા તો શબ્દાતીત છે.

    ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
    હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

  9. જયેન્દ્ર ઠાકર said,

    February 28, 2011 @ 8:53 AM

    ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
    હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
    લાજવાબ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment