પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

એક કાગળ……- કમલેશ સોનાવાલા

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

આ કવિની રચનાઓનો ખાસ પરિચય નથી પરંતુ આ નમણું ગીત facebook ઉપર નજરે ચઢ્યું એવું જ ગમી ગયું. ક્યાંક ક્યાંક શબ્દો સહજતાથી આવતા હોય એવું નથી લાગતું પરંતુ એ સિવાય કાવ્ય સરસ લય ધરાવે છે.

3 Comments »

  1. perpoto said,

    December 2, 2013 @ 9:52 AM

    લય સરસ પણ, કવિનુ મન/કલમ વિષાદ અને સન્યાસ વચ્ચે વિવાદ દેખાડે છે,જે પણ મનની ઉપજ છે….પણ એને આખરી સત્ય સમજી બેસે છે….

  2. rasikbhai said,

    December 2, 2013 @ 10:51 AM

    સોનાવાલા નિ સોના જેવિ કવિતા. વાહ વાહ મઝ આવિ.

  3. Harshad Mistry said,

    December 3, 2013 @ 8:25 PM

    કમલેશભાઈ,
    તમારુ ‘અમથુ…અમથુ’ સાચે જ ખુબ ગમ્યુ. બહોત ખુબ્!!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment