અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
હિમલ પંડ્યા

પરિપક્વતા – વિપિન પરીખ

હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.

ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.

યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.

– વિપિન પરીખ

માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.

7 Comments »

  1. Pinki said,

    February 28, 2008 @ 4:34 AM

    છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.

    ધવલભાઈ, સાચે જ આપણી સંવેદનાઓ મરતી જાય છે અને
    દુનિયા એને વ્યવહારુ અને પરિપક્વ કહેતી હોય છે.
    એષા કહે છે એમ,
    “ત્યારે જ મારે સમજી જવું જોઈતું’તું કે હું મોટી થઈ ગઈ છું.”
    આપણી સંવેદનાઓ મરી પરવારી એટલે આપણે પણ
    સમજી લેવાનું કે હવે આપણે પરિપક્વ, so-called વ્યવહારુ થઈ ગયા છીએ,
    પણ આ રોજ આપણી જીવતી લાશને નનામી પર બાંધવાની…… ??!!!

  2. shaileshpandya BHINASH said,

    February 28, 2008 @ 6:10 AM

    very…………………nice…..kya bat hai………….

  3. pragnaju said,

    February 28, 2008 @ 10:02 AM

    સુંદર અછાંદસ…
    આ સંવેદનાશીલ પંક્તીઓ ગમી
    “પણ હવે તો
    મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.”
    અને જરુરીઆત ઊભી થાય ત્યારે-
    એક સત્ય પરીપક્વઘટનામાં-
    માનવ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા
    માનવ ભક્ષી બની
    પોતાની પ્રેમીકાને પણ ખાઈ જાય છે!
    … આ પરીપક્વતા-
    ગાંધીજી કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું ખુલ્લી રાખીશ,
    જેથી બધી દીશાના વીચારો તેમાં પ્રવેશી શકે.પણ હું ક્લુશીત વીચારોને
    મારા મનમાં ઘર નહીં કરવા દઉં.
    મનની બારીઓ ખુલ્લી રાખવાની
    પરીપક્વતા
    મેળવવી આપણા સમાજ માટે હજુ બાકી છે!

  4. વિવેક said,

    February 29, 2008 @ 2:33 AM

    ખૂબ સુંદર કાવ્ય… વિપિન પરીખની કવિતાઓ માટે આમેય મને ખાસ પક્ષપાત અને અનુરાગ રહ્યા છે… આ કવિતા પણ સરળ છતાં વેધક છે અને એનો આસ્વાદ પણ એટલો જ આહલાદક છે…

  5. rajgururk said,

    March 9, 2008 @ 6:29 AM

    ઘની સરસ કવિતઓ વચિ ને મન પ્રફુલ્લિત થૈ જાઅ ચ્હે

  6. પ્રતિક ચૌધરી said,

    September 1, 2008 @ 11:37 AM

    વિપિનની કવિતા, ને ચોટના વાગે એ શકય નથી.

  7. Rina said,

    July 7, 2011 @ 9:04 AM

    superb…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment