પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

સથવાર ફૂટી નીકળે – કિરીટ ગોસ્વામી

સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે,
અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે !

તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !

મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !

છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ‘કિરીટ’,
સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !

-કિરીટ ગોસ્વામી

6 Comments »

 1. Pinki said,

  March 7, 2008 @ 5:45 am

  બધા જ શેર ચોટદાર થયા છે ….

  તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
  આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !
  તો આ શેર ધારદાર !!

  મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
  મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !
  ખૂબ સરસ… !!

 2. ધવલ said,

  March 7, 2008 @ 9:28 am

  મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
  મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !

  – સરસ !

 3. pragnaju said,

  March 7, 2008 @ 10:24 am

  સરસ ગઝલ
  આ શેરો-
  રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
  દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
  મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
  મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !
  વાહ
  ગઝલ હૃદયે વસે તો ખરી, પણ હોઠે ફૂટી પણ નીકળે
  તેવી કાવ્યપંક્તિઓ જીવનના ઘણા સંજોગોમાં માર્ગસૂચક
  બની જાય છે-
  અશ્રુઓને લોહીના ઝરણાંઓ ફૂટી નીકળે
  યુધ્ધનાદોના અડગ નિર્ધારની પેલી તરફ
  ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
  વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

 4. sujata said,

  March 7, 2008 @ 3:05 pm

  રાખ ચાહ્ત નુ વલણ તુ દોસ્ત્,કાયમી…..
  દુસ્મ્નો ી આખ મા પણ્ પ્યાર ફૂટી નીક્ળે

  વાહ્……!

 5. ઊર્મિ said,

  March 7, 2008 @ 4:05 pm

  એક્કે-એક શેર લાજવાબ… ૨,૪,૫ જરા વધુ ગમ્યા… !!

  છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ‘કિરીટ’,
  સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !

  આ તો હાવ હાચું હોઁ…!! 🙂

 6. sures parmar said,

  April 10, 2008 @ 7:57 am

  kyabaathai…………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment