કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.
ભાવેશ ભટ્ટ

મનનાં પગલાં – શેખાદમ આબુવાલા

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં

એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં

એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં

પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં

જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં

-શેખાદમ આબુવાલા

6 Comments »

 1. ravindra Sankalia said,

  October 27, 2013 @ 8:32 am

  કેટલી સરળ પણ સુન્દર ગઝલ છે? પાનખરમા મને આવ્યો છે આ વાસન્તી વિચાર, ચાલ ફુલોને ગણી લૈએ ચમનના પગલા આ પ્ન્કતિ ખુબ ગમી.

 2. anup desai said,

  October 27, 2013 @ 9:50 am

  pagala pagala shu karo chho juo aa santna pagala milavi lo tamara jivanna pagala aa santna pagalama bhuli jasho tame tamara pagala ane yaad raheshe khali santna pagala very good shekhadam abuwala i am just trying to see u in my jivan.

 3. rasikbhai said,

  October 27, 2013 @ 11:15 am

  શેખ આદમ તો ગ્રેત આદમ બહોત ખુબ વાહ વાહ્.

 4. Maheshchandra Naik (Canada) said,

  October 27, 2013 @ 2:40 pm

  સરસ ગઝલ……..આનદ આનદ થઈ ગયો…………….

 5. Capt. Narendra said,

  October 27, 2013 @ 9:11 pm

  બહુ યાદ આવ્યા તમે શેખાદમ, અને આજે મુલાકાત થઇ તમારી ગઝલ થકી! વાહ! અહીં પાનખર છે અને તેમાં તમારા પગલે વસંતની બહાર ફરી વળી! તમે તો જન્નતનશીન થઇ કાયમી વસંતમાં મહાલતા રહો એવી દુઆ!

 6. HATIM THATHIA said,

  November 7, 2013 @ 12:55 am

  Shekh Adam hoy etle Adam thi Shekh Adam sudhi ni laa…nbi safar thai jay!!!!!aa kavi -Shayer- keva keva akahtara Karta hata!! Sanskrit ma Gazal lakhvi Umashankar ni prashansh pamvi, Sanskiti masik ma sthan pamvu sahelu to nathij!!! Mir Ahmadabadi thi Manoj Khanderi, athawa Gujarati bhash jetli pravahita bharat ni ketli bhasha ma hashe!!!Tamil ma gazal, Marathi ma Nazam.ane bengali ma Qualli kalpana kari shakay!!! Salam to Abuwala salam Hatim Bagasrawala

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment