હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

ગઇ – સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.

એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.

-સૌમ્ય જોશી

13 Comments »

 1. Manubhai Raval said,

  October 13, 2013 @ 5:01 am

  એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

  શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
  એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

  વાહ સૌમ્યભાઈ વાહ લાજવાબ.

 2. jahnvi antani said,

  October 13, 2013 @ 5:09 am

  વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
  મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.

  એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

  -સૌમ્ય જોશી

  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.sav sachi vat.

 3. Rina said,

  October 13, 2013 @ 5:28 am

  એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.
  શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
  એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

  Waaahhhh

 4. perpoto said,

  October 13, 2013 @ 7:51 am

  કેવો વિરોધાભાસ છે,નદી જેવી નદી ફંટાઇ ગઇ ને છતાં આંખોમાં ભીનાશ રહી ગઈ…
  પણ અંતે તો સૌમ્યભાઇ ,આ પણ આભાસ છે…..

 5. Maheshchandra Naik (Canada) said,

  October 13, 2013 @ 2:01 pm

  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ છે,,બહુ ઉચા ગજાની વાત થઈ ગઈ, સરસ વાત લાવી છે ગઝલ, અબિનદન…………………..

 6. Harshad Mistry said,

  October 13, 2013 @ 11:12 pm

  Saumya,
  Its beautiful, like it. Love you dear. GOD bless you and we get more and more
  from you.

 7. વિવેક said,

  October 14, 2013 @ 8:48 am

  ઘણા લાંબા અંતરાલ પછી આ ગઝલ ફરી વાંચી… મજા આવી…

 8. ravindra Sankalia said,

  October 14, 2013 @ 9:17 am

  વર્શોના ઝુરાપા પછી કવિથી ગઝલ કહેવાઇ ગઇ એ સારુજ થયુ. છેક પાસે આવેલી નદીની માફક અટકી જતે તો આપણે એક સારી ગઝલથી વન્ચિત રહી જતે.

 9. મયન્ક ત્રિવેદિ said,

  October 14, 2013 @ 7:54 pm

  ખુબ જ સરસ્

 10. jigar joshi prem said,

  October 15, 2013 @ 12:56 am

  વાહ ! કવિએ કવિએ મિજાજ બદલાય તેની સાચી મજા

 11. gandhi said,

  October 15, 2013 @ 3:36 pm

  છેલા બે શેર……કયા બાત હૈ બહોત અછે

 12. ચૈતન્ય said,

  October 16, 2013 @ 12:25 am

  એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
  કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.

  શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
  એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.

  ક્યા બાત… ક્યા બાત…!!! જીયો સૌમ્યભાઈ. (સાથે વિવેકભાઈ પણ, આટલી સુંદર કવિતા શેર કરવા માટે).

 13. વિવેક said,

  October 16, 2013 @ 3:34 am

  @ ચૈતન્યભાઈ:

  આ રચના આપ સુધી ડૉ. તીર્થેશ મહેતાએ પહોંચાડી છે, મેં નહીં…

  -વિવેક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment