શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

એક મિથિકલ ગઝલ – મનસુખ વાઘેલા

હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે,
ને સર્પ વાત કરે છે હજીય ફળ વિશે !

થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
બધા જ વાત કરે છે હવે કમળ વિશે !

ચરણમાં તીર લઈ શ્યામ ઘૂમતા આજે,
કદાચ ગોપીઓ કહે આ લીલા-છળ વિશે !

ફરીથી પૃથ્વી આ ફાટે તો જાનકી નીકળે ?
છતાં છે રામને ચિંતા હવે અકળ વિશે !

બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ ?
હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે !

હવેથી દંતકથાઓનું નામ ‘મનસુખ’ છે,
હરેક સ્થળ મને ચર્ચે હરેક પળ વિશે !

– મનસુખ વાઘેલા

‘પ્રિયજન સાથેની ગુફ્તેગૂ ‘થી શરૂ થઈ ગઝલની યાત્રા કોઈપણ પ્રકારની કવિતાના સાહજિક ગુણધર્મને અનુસરતી સમષ્ટિ સાથે એકરસ થઈ ગઈ… આજે માણીએ એક મિથિકલ ગઝલ… બધા જ પાત્રો અને વાત સ્વયંસ્પષ્ટ છે… જો કે એક વાત જે આ મત્લા વિનાની ગઝલમાં મને સમજાઈ નહીં તે ઈવ અને આદમની વાત… બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?

8 Comments »

  1. નેહા said,

    October 17, 2013 @ 2:57 AM

    બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ ?હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે !

    ક્યા બાત!

    અભિનંદન કવિ
    આભાર લયસ્તરો…

  2. narendarsinh said,

    October 17, 2013 @ 4:25 AM

    અત્યન્ત સુન્દર રચના

  3. perpoto said,

    October 17, 2013 @ 9:39 AM

    ૨૦૧૪ મા આ ગઝલનો ખોટો ઉપયોગ ના થાય….
    થયા છે ખત્મ હવે પપ્પુ કેરા કિસ્સાઓ,
    બધા જ વાત કરે છે હવે કમળ વિષે!

  4. P. P. M A N K A D said,

    October 18, 2013 @ 4:53 AM

    Not only the main ghazal, but also the striking lines by Shri Perpoto are very convincingly good.

  5. Laxmikant Thakkar said,

    October 22, 2013 @ 8:43 AM

    આસ્વાદક :-“બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?” – આવો પ્રશ્ન કેમ ?
    “નાભિ ” ,” કમળ “= માણસ જાત ની વાત નહીં ? ‘ રિવર્સ-રિકોલ ?’

    ” જો કે એક વાત જે આ મત્લા વિનાની ગઝલમાં મને સમજાઈ નહીં તે ઈવ અને આદમની વાત… બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?”

    ધર્મ-ભેદ ક્યાંથી આવ્યો ?
    -લા’ કાંત / ૨૨-૧૦-૧૩

  6. વિવેક said,

    October 24, 2013 @ 2:05 AM

    @ લક્ષ્મીકાન્ત ઠક્કર:

    થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
    બધા જ વાત કરે છે હવે કમળ વિશે !
    – નાભિ અને કમળની વાત સાંભળતા જ બ્રહ્માનું સ્મરણ થાય… શેષશાયી વિષ્ણુની નાભિમાંથી નીકળેલું કમળ એ બ્રહ્માનું આસન છે…

    ધર્મભેદ વિશે વાત કરું તો હું પોતે કોઈપણ ધર્મમાં માનતો નથી.. આજે દુનિયામાં એકપણ ધર્મ એવો નથી જે જડમૂળથી સડી ગયેલો ન હોય. હું તો માત્ર ગઝલના સંદર્ભે જ વાત કરું છું… કવિએ છ શેરની ગઝલમાં મક્તાના શેરને બાદ કરતાં ચાર શેરમાં હિંદુ પુરાણકથાઓનો સહારો લીધો છે એ જોતાં મત્લાનો શેર ચોક્કસ જ આગંતુક લાગે છે… આ ફક્ત કવિતાની દૃષ્ટિ છે…

  7. Laxmikant Thakkar said,

    October 28, 2013 @ 11:28 PM

    આભાર વેવેકભાઇ ….ખુલાસા બદ્દલ …..આ તો સહજ સવાલ ઉપજ્યો ….એટલેજ !
    -લા’ / ૨૯-૧૦-૧૩

  8. ravindra Sankalia said,

    October 29, 2013 @ 7:43 AM

    મિથિકલ ગઝલ માણવાની મઝા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment