તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?
– અનિલ વાળા

પડી ગયો – ભગવતીકુમાર શર્મા

ચકલીએ ચાંચ મારીને ફોટો પડી ગયો,
દીવાલ પરથી આખો કબીલો પડી ગયો !

વરસાદમાંય આવીને તેઓ મળી ગયાં,
આંગણમાં થોડો સોનેરી તડકો પડી ગયો.

સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં,
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો.

એને તો ફૂટવાની હતી ટેવ તે છતાં,
અદ્ક્યું પીંછું ને કાચ પર ગોબો પડી ગયો.

લૂંટી ગયું’તું કોઈ ફક્ત લાગણી છતાં,
શ્વાસોના આખા શહેરમાં સોપો પડી ગયો !

ભારે પડી ગઈ બહુ સૂરજની દોસ્તી,
પડછાયો અંધકારમાં ખુલ્લો પડી ગયો.

જીવન સમા જીવનની કશી ના રહી વિસાત,
સોદો કર્યો જે મોતથી, મોંઘો પડી ગયો.

– ભગવતીકુમાર શર્મા

8 Comments »

  1. Rina said,

    October 7, 2013 @ 3:09 AM

    Waaahh. …

  2. P. P. M A N K A D said,

    October 7, 2013 @ 6:53 AM

    To praise a poem [written by a wellknown poet] by a layman like me is like describing a Sun by a candle [in fact, i am not even a candle!]. Yet, i can not but admit that it is really a very good poem.

  3. Rajendra karnik said,

    October 7, 2013 @ 11:18 AM

    જિવનના તાણાવાણાને સાચવિ લેતુ કાવ્ય.

  4. rasikbhai said,

    October 7, 2013 @ 3:32 PM

    આરિસા મા ગોબો અને મોત્તત્ થિ સોદો ..બહુ ઉત્તમ રચના

  5. ravindra Sankalia said,

    October 8, 2013 @ 8:33 AM

    ખુબ સરસ કાવ્ય. શબ્દરચના કેટલી સરળ છે. આન્ગણામા થોડો સોનેરી તડકો પડી ગયો.

  6. Maheshchandra Naik (Canada) said,

    October 8, 2013 @ 9:56 PM

    ખુબ સરસ રચના, સુરતના શ્રી ભગ્વતીભાઈને અભિનદન,……………………..

  7. Harshad Mistry said,

    October 9, 2013 @ 7:07 PM

    Khub J sunder. Like it.

  8. yogesh shukla said,

    October 10, 2013 @ 6:36 AM

    શ્રી ભગવતીભાઈ સાહેબ
    ફરી વાર એક અદભુત રચના ,
    લયસ્તરો મા તમારો સોપો પડી ગયો ,
    ” યોગેશ શુક્લ “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment