તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
વિવેક મનહર ટેલર

કોરી – હેમેન શાહ

કાગળની એક બાજુ લખવું,
બીજી રાખવી કોરી.

અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.

ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું,
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું,
પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.

જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈ વહેવું,
પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છિણાઈ રહેવું.
સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી.
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.

– હેમેન શાહ

આંતરપ્રવાહ અને બાહ્યપ્રવાહની વાત છે…… આપણાં વ્યક્તિત્વ ઉપર વિશ્વ લિસોટાઓ કરતું રહે છે….. કાગળની એક બાજુ ઉપર ભલે તે કરતું રહે, એક બાજુ કોરી રહેવી જોઈએ કે જે આંતરપ્રવાહ છે……

14 Comments »

 1. વિવેક said,

  October 6, 2013 @ 1:45 am

  સરસ મજાનું ગીત… પહેલો અંતરો શિરમોર…

 2. AMIN said,

  October 6, 2013 @ 3:52 am

  વહ વહ્

 3. AMIN said,

  October 6, 2013 @ 3:54 am

  વાહ વાહ્

 4. વિજયનું ચિંતન જગત- said,

  October 6, 2013 @ 8:54 am

  […] કોરી – હેમેન શાહ […]

 5. કોરી – હેમેન શાહ | વિજયનું ચિંતન જગત- said,

  October 6, 2013 @ 8:55 am

  […] રહેવી જોઈએ કે જે આંતરપ્રવાહ છે…… http://layastaro.com/?p=10633     Share this:EmailPrintFacebookLinkedInDiggStumbleUponTwitterTumblrGooglePinterestRedditLike […]

 6. વિજય શાહ said,

  October 6, 2013 @ 9:02 am

  મઝા આવી ગૈ હેમેન ભાઇ

  ઘણા સમય બાદ આવું અંતર મન ને સ્પર્શી જાય તેવુમ સહજ ગીત મળ્યુ

  પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
  કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી

  વિશ્વનાં લીસોટાને જે અંતરમનથી દુર રાખવાનું જીવી શકે તે જ સાચો સ્થિત પ્રજ્ઞ

 7. rasikbhai said,

  October 6, 2013 @ 11:25 am

  હેમેન્ભાય તમે કાગલ કોરો રાખ્યો હોત તો આવુ સુન્દેર કાવ્ય મલત નાહિ.

 8. Maheshchandra Naik (Canada) said,

  October 6, 2013 @ 2:05 pm

  કાગળ્ની એક બાજુ લખવાની અને બીજી બાજુ કોરી રાખવાની વાત સરસ રીત કહી છે,,………………..

 9. Dhaval said,

  October 6, 2013 @ 11:42 pm

  સલામ ! સરસ ગીત !

 10. narendarsinh said,

  October 7, 2013 @ 12:50 am

  ખુબ સુન્દર રચના, સુન્દર અંતરસ્પર્શી

 11. Rina said,

  October 7, 2013 @ 3:11 am

  Beautiful. …

 12. Laxmikant Thakkar said,

  October 7, 2013 @ 10:38 am

  અફલાતૂન !
  “સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના,ક્યારેક આવે વળાંકો, આવે યાત્રાની મઝા…”
  ભીતર ની યાત્રા … કરતાં ,બહારના પ્રપંચો…ઝંઝાળો ,ઘટના-પ્રસંગો-બનાવો,ક્રિયા-પ્રક્રિયાઓ અવગણી શ્કાય નહીં.
  “પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,” સંસારમાં રહીને ,કરાતી આધ્યાત્મિક સફર એટલે “ઈંન્વર્સ”/ડાયવર્સ / વિરોધાભાસી વાત જ,દ્વંદ્વમય જગતનાં પ્રતીકો ?
  મૂળ અને કૂંપળ ,,,,,,, માટી અને જળ …નખ અને ત્વચા જેવા અનુસંધાનો ..સંબંધો..વળગણો …ફેવિકોલ જેવા …[ “ઓસ-કટોરી” દ્વારા કર્તાને શું અભિપ્રેત હશે ? સાધ્યંત સરાબોર ભીનાશ ?કે ખડક પત્થરને ય મખમલી એહ્સાસ આપતી “કૂમ્પળ” જેવી કુમાશ ? ]

  વિજય શાહ said, // October 6, 2013 @ 9:02 am
  ” વિશ્વનાં લીસોટાને જે અંતરમનથી દુર રાખવાનું જીવી શકે તે જ સાચો સ્થિત પ્રજ્ઞ ” માં પણ મર્મ છે!

  ઈશ્વરની જેમ “સિંગલ-સોર્સ્ડ” – લવિન્ગ એંડ ગિવિંગ”નું ચરિત્ર (સાચો સ્થિતપ્રજ્ઞ ) રાખવું ?

  -લા’કાંત / ૭-૧૦-૧૩

 13. mitsu mehta said,

  October 8, 2013 @ 2:19 am

  jabardast…maja padi jay 6 ahi mukvama avti gazalo vachine….thanks a lot…plz continue this thing spreading happiness…

 14. Harshad Mistry said,

  October 9, 2013 @ 7:12 pm

  બહુત ખુબ્. મઝાનુ કાવ્ય. ગમ્યુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment