પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

મુક્તક – મરીઝ

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

– મરીઝ

(તદબીર=પેરવી, ઉકેલ)

2 Comments »

  1. Pinki said,

    February 13, 2008 @ 5:47 AM

    સુંદર મુક્તક………!!

    પણ આ પ્રણયોર્મિથી ઊભરાતા ‘valentine’ દિવસોમાં
    વિરહની સંવેદના……?!! મોસમને માફક નહિ આવે !!

  2. pragnaju said,

    February 13, 2008 @ 10:55 AM

    મરીઝનું મુક્તક હો કે ગઝલ ગણગણાવતા આનંદ!
    ‘વધતો નથી આભાસ હકીકતથી કદી,’
    વાહ.
    પ્રેમમાં મિલન કરતાં પણ વિરહનું વધુ મહત્વ છે
    અને તેણે પણ કહ્યું છે
    માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
    જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
    તેની તદબીરની આ વાત તો વાતવાતમાં ટાંકીએ છીએ
    મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
    ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે કાંધે કાંધે,
    જીવન પણ ગયું છે સહારે સહારે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment