માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
સુધીર પટેલ

દીકરાને……- સિતાંશુ યશશ્ચંદ્ર

તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.

કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.

એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.

ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો

પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……

– સિતાંશુ યશશ્ચંદ્ર

કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……

10 Comments »

 1. Rina said,

  September 16, 2013 @ 3:20 am

  Awesome…..

 2. AMIN said,

  September 16, 2013 @ 3:47 am

  વાહ બહુજ સ્ર ર સ્

 3. ravindra Sankalia said,

  September 16, 2013 @ 7:09 am

  સરસ કાવ્ય. પિતાનુ ભાવજગત બહુ સચોટ રીતે વ્યક્ત થયુ છે.

 4. Dhaval Shah said,

  September 16, 2013 @ 1:41 pm

  સરસ !

 5. Maheshchandra Naik (Canada) said,

  September 16, 2013 @ 3:50 pm

  પિતાની વિભાવના વ્યક્ત કરતુ સરસ કાવ્ય…………………………….

 6. Girish Parikh said,

  September 16, 2013 @ 9:33 pm

  કાવ્ય સમજાયું નહીં! તીર્થેશજીના શબ્દોએ ખાસ મદદ ન કરી!
  ગાંધીજી કહેતા કે ગીત કોશિયાને પણ સમજાય એવું સરળ હોવું જોઈએ. આવાં ક્લિષ્ટ કાવ્યો વાંચનાર અને સમજનાર વર્ગ કેટલો?

 7. ક્લિષ્ટ કાવ્યનો નમૂનો | Girishparikh's Blog said,

  September 16, 2013 @ 10:15 pm

  […] “દીકરાને” કાવ્યની લીંકઃ http://layastaro.com/?p=10504 Like this:Like […]

 8. હેમંત પુણેકર said,

  September 17, 2013 @ 3:16 am

  અદભૂત કાવ્ય છે!

 9. Pancham Shukla said,

  September 19, 2013 @ 3:45 am

  સરસ કાવ્ય.

 10. Kunal Vohra said,

  September 20, 2013 @ 3:17 am

  Excellant!!! Thanks for sharing…Lots of Congratulation to a Nobel Man, Shri Sitanshubhai…Regards to Him….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment