આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
રમેશ પારેખ

ધીંગાણું – રમેશ પારેખ

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…

-રમેશ પારેખ

6 Comments »

 1. JAyant Shah said,

  September 15, 2013 @ 7:39 am

  ખુબ જ ગમી .મસ્તરીતે જમાવી ,બાપુએ .(ર . પા . એ) કવિતા એમના માટે જલ છ્..!!!

 2. Maheshchandra Naik (Canada) said,

  September 15, 2013 @ 3:21 pm

  બાપૂની બધી વાત જ ન્યારી હોય છે……………………………

 3. Bipin Desai said,

  September 15, 2013 @ 7:42 pm

  ખુબ સુંદર…બાપુની સાથે આપણે બધા પણ ભૂતકાળ મી જીવીએ છીએ …..અને illusion વડે જીવન વિતાવીએ છીએ ….

 4. ધવલ said,

  September 15, 2013 @ 10:00 pm

  વાહ ભઈ વાહ ! જોરદાર !

 5. Vihang vyas said,

  September 16, 2013 @ 3:38 am

  Shardul vikridit ma bapu nu sonet ! Wah !

 6. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  September 17, 2013 @ 2:57 pm

  ભાંગ્યું ભાંગ્યુ તોય ભરુચ! અમારે જુનાગઢમાં નવાબે કાયમ માટે પાકીસ્તાન જવા નિકળ્યા, ત્યારે કદાચ જુના ડાકોટા વિમાન હતા, સરસામાન માં વધુ તો કૂતરાં સાથેજ હોય તો પણ કહેવાય છેકે , પાયલોટે નવાબ સાહેબ ને સામાન ઓછો કરવા વિનંતી કરી ,તો નવાબે થોડીક નવાબી સ્ટેશન રોડ પર ખ્ંખેરી નાંખી હતી ! એની અસર આજે પણ છે, કોઈ વેપારીને બોલાવ્યા ન થાય! ઘણી વખત ચાની કિટલી વાળાને ચાનો ઓર્ડર આપો તો બધું હોવા છતાં ના પાડી દે, કહે કે હમાણા મૂડ નથી! એવું જ બાપુનું સમજવું, ફાટેલ કોટ સાંધતાં સોઈ ભોંકાય અને લોહી નિકળે,તો ભીંતે ટીગાળેલ કાટ ખાધેલ તલવાર ને લોહીનાં ટીલાં કરે પણ ઉમંગ વગરના, કેમકે એમને બિરદાવવા અને રંગ છે! રંગ છે કહેવા કોઈ બારોટ હાજર ન હોય એનો અફસોસ ભારો ભાર હોય! આપણે સૌ આ બાપુ અને નવાબ અને નવાબી મિજાજ ના જુનાગઢી જેવાં જ છીયે,ક્યારેય ભવ્ય ભૂતકાળનાં ગાણાં ગાવામાંથી ઉંચાજ નથી આવતા.એતો ઠીક નવી પેઢી ને તંગ કરી મૂકીએ છીયે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment