ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

-નિર્મિશ ઠાકર

હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….

8 Comments »

 1. Kalpana said,

  August 25, 2013 @ 4:17 am

  વાહ!! ભાવનો અનુવાદ શબ્દોમા ન થયો તો શું છે? હૃદયની ભાષા બસ છે.

 2. RASIKBHAI said,

  August 25, 2013 @ 10:28 am

  ખામોશ સૌ અતારિ ભાશા થૈ ગૈ વાહ નિમિસ ભાયિ બહુ સુન્દ્ર ર

 3. Darshana bhatt said,

  August 25, 2013 @ 10:29 pm

  ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
  ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
  આ ભાષા જાણનારા જાણે ,પણ સમજે તેવું સંવેદના સભર હૃદયની અચત સર્જાઈ રહી છે.
  સરસ ગઝલ.

 4. perpoto said,

  August 26, 2013 @ 4:06 am

  વહી જતી નદી કિનારે અસ્થિ
  મૌન આ શ્વાસો,ભાષા નથી તો શું છે?

 5. Pushpakant Talati said,

  August 27, 2013 @ 6:48 am

  Each & Every Thing is having having its speech, language & what is we called BHASHA which can be listened, heard, & understood. But the condition is that you must have capaciy to do so.
  there is nothing on this world which does not say or speak.
  Even in the field of law (i.e. in legal field) there is a a principle of RES IPSA LOQUITOR – (which means thing speaks itself).
  A good RACHANA. – I like it. THANKS
  Happy JANMASHTAMI – KRISHNA JAYANTI MUBARAK HO
  Pushpakant Talati

 6. Laxmikant Thakkar said,

  August 28, 2013 @ 3:19 am

  Happier Days Of Festivals in Shravan to ALL Readers.
  Ultimately ‘WHAT IS WITHIN” translates “WHAT IS SEEN,OBSERVED AND CAUGHT
  within sight according to Level of understanding and Perception and Receptivity”
  The reality is feelings induced,stimulated and finally PERCEIVED .
  “એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
  આ વેદના અમારી, ભાષા નથી તો શું છે? ”
  The writer wants to say but it doesn’t REACH where it is expected to understood in its RIGHT PERCEPTION ! …is the Height ….

 7. Laxmikant Thakkar said,

  August 28, 2013 @ 3:21 am

  Pl. read as: “TO BE UNDERSTOOD” , abve.

 8. rajesh mahant said,

  August 30, 2013 @ 1:35 pm

  ભાષા નથી તો શું છે?
  ભાવસભર સંવેદના ઝીલેલી કૃતિ

  ખુબ જ ચોટદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment