ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

હતી – હરકિસન જોષી

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી

નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી

– હરકિસન જોષી

રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.

9 Comments »

 1. વિવેક said,

  January 29, 2008 @ 9:52 am

  નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
  આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

  -સુંદર અભિવ્યક્તિ…

 2. pragnaju said,

  January 29, 2008 @ 10:54 am

  સુંદર ગઝલ
  તેમા આ પંક્તીઓ ગમી
  છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
  પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
  યાદ આવી વર્ષાની આ પમ્ક્તીઓ
  ધૃવપંક્તિની અધીરાઇ હતી એમના અવાજમાં
  અણજાણી અકળામણ માં હું ગણગણતી રહી
  ————
  આટલી સુંદર ગઝલનાં બીજા શેરો તો હોવા જ જોઈએ!

 3. Rajesh Trivedi said,

  January 30, 2008 @ 6:28 am

  ઘણી જ સુંદર પંક્તિઓ દ્વારા દુન્યવી વાતનું વર્ણન જીવિત કર્યુ છે.

 4. ભાવના શુક્લ said,

  January 30, 2008 @ 11:46 am

  નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
  આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી
  ……………….
  સરસ ભાવનિરુપણ!!!!

 5. ઊર્મિ said,

  January 31, 2008 @ 12:31 am

  વાહ… ત્રણ શેરોની ત્રિવેણી જાણે પૂરી ગઝલ જ લાગે છે!

 6. Lata Hirani said,

  January 31, 2008 @ 2:29 pm

  excellent

 7. Gaurav From Jamnagar. said,

  February 1, 2008 @ 2:05 pm

  Sakhat……

 8. jaimin surani said,

  February 18, 2008 @ 11:12 pm

  superb… mind blowin

 9. jitu trivedi said,

  December 16, 2011 @ 11:07 am

  Majana sher! Aag valo sher kharekhar ananya chhe. Hats of to you (Harishanbhai) Daada!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment