છીપની પાંપણનું શમણું, બુંદ થઈને તું પડે,
સ્વાતિનું નક્ષત્ર લઈને કોઈ તો ક્ષણ આવશે.
વિવેક મનહર ટેલર

મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર)

મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

*

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…

*
Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)

*

આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,

“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”

6 Comments »

 1. yogesh shukla said,

  August 24, 2013 @ 9:30 am

  સરસ કહ્યું …..
  વન પ્રવેશ ,એટલે દ્રષ્ટિ અને સૃષ્ટિ ટુકી કરવી

 2. Chandresh Thakore said,

  August 24, 2013 @ 7:51 pm

  Vivekbhai: Your bhaavanuvaad is very well done. Abhinandan. … But, I find it difficult to endorse this pessimism, though it is a reality that one may not see as many years in the future. It has been said for ever that “life begins at forty”. Now, with the span of longevity expanding, may be it should read “life begins at fifty”!! …

 3. વિવેક said,

  August 26, 2013 @ 2:38 am

  પ્રિય ચંદ્રેશભાઈ:

  આપની વાત સો ટકા સાચી અને હું સંમત પણ છું… પણ મૃત્યુ વિશે કોઈ એક માણસના વિચારો પણ એના જીવનકાળ દરમિયાન એકસરખા કદી હોઈ ન શકે… જીવનની પળે પળે અને સુખ-દુઃખમાં આપણા મૃત્યુ વિશેના, જીવન વિશેના અને સંબંધો વિશેના – બધા જ વિચારો બદલાતા રહેતા હોય છે… જીવનની જે ક્ષણે આ કવિને આ કાવ્ય સુઝ્યું એ ક્ષણે એમના માટે આ જ સત્ય હશે… એ પછીની ક્ષણનું સત્ય અલગ પણ હોઈ શકે ને?

 4. મીના છેડા said,

  August 26, 2013 @ 6:08 am

  મજાનું કાવ્ય!

  ક્ષણ વિત્યા પછીનું સત્ય અલગ હોઈ શકે… એ વાતમાં રહેલું તથ્ય પણ ગમ્યું.

 5. Chandresh Thakore said,

  August 26, 2013 @ 2:07 pm

  તમારી વાત સાવ સાચી, વિવેક્ભાઈ. મારી અંગત માન્યતાને એક બીજી વ્યક્તિની (કવિની) એની પોતાની એક ક્ષણલક્ષી “લાગણી”ને અન્યાય કરવા દીધો …

 6. વિવેક said,

  August 27, 2013 @ 1:46 am

  @ ચંદ્રેશભાઈ:

  મેં કહ્યું તેમ આપની વાત સો ટકા સાચી અને હું સંમત પણ છું… બસ, જીવન નદીની જેમ વહેતું રહે છે એ જ મારે કહેવું હતું… હું પણ આપની જેમ જ લાઇફ બિગિન્સ એટ ફિફ્ટિમાં માનું છું પણ તોય આ મોત સાલું ક્યારેક ડરાવી તો જાય જ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment