જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પયંબરની સહી – જલન માતરી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી

-જલન માતરી

12 Comments »

  1. Suresh Shah said,

    July 29, 2013 @ 3:17 AM

    કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.
    – આને શુકન કહેવાય કે અપશુકન તે ખબર નથી. દિકરી સાસરે વળાવી જેવું છે.

    કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.

    – કેવી અતૂટ શ્ર્ધ્ધા!

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. sweety said,

    July 29, 2013 @ 3:51 AM

    બહુત સરસ

  3. P. P. M A N K A D said,

    July 29, 2013 @ 4:36 AM

    Wah, wah !

  4. rajesh mahant said,

    July 29, 2013 @ 7:27 AM

    શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.

    સ્કુલમા હતો ત્યારે આ પન્ક્તિઓ સામ્ભળેલી

    પહેલિ વાર આખિ ગઝલ માણી

    એકે એક મત્લા પર ઉભા થઇ તાળી પાડવાની ઇચ્ચા થાય્

    ખુબ સરસ્

  5. Rajendra Karnik said,

    July 29, 2013 @ 8:45 AM

    વાહ ભઇ વાહ્ સહિ પૈગંબરની ભલે નથી, મઝહ ક્યા ભરેલો નથિ?

  6. સુનીલ શાહ said,

    July 29, 2013 @ 11:08 AM

    પૈગંબર ને બદલે પયંબર હોવાનો ખ્યાલ છે. છંદમાં પણ એ જ બેસે છે.

    જલનભાઇની અદભુત ગઝલ…

  7. M.D.Gandhi, U.S.A. said,

    July 29, 2013 @ 2:48 PM

    ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનો પોટલો
    મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
    શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
    બહુ સરસ અને સમજવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો સંદેશ છે.

  8. પ્રા. દિનેશ પાઠક said,

    July 29, 2013 @ 4:06 PM

    બહુ સરસ!

  9. SURESHKUMAR VITHALANI said,

    July 30, 2013 @ 3:39 AM

    A MILESTONE GAZAL, INDEED ! JALAN MATRI IS A VERY GOOD POET AND EQUALLY GOOD HUMANBEING GUJARAT CAN BE PROUD OF. THANKS FOR UPLOADING.

  10. kirtikumar said,

    July 30, 2013 @ 9:34 AM

    Pujya Moraribapuni kathama aa gazalni pankti….shraddhano vishay vali sambhali hati..aaje aakhi gazal vanchava mali…thanks…

  11. ravindra Sankalia said,

    July 31, 2013 @ 8:09 AM

    જલન માતરીની આ ગઝલ બહુ સરસ છે.કેટલીક પન્તિઓ તો અવિસ્મરણીય= નિજ ઘરથી નિકળી નદી હજી પાછી નથી ફરી, મરવાની મે એટ્લે ઉતાવળકરી નથી, જિવનન ઠેસની તો હજી કળ વળી નથી.

  12. dipak said,

    August 2, 2013 @ 3:31 AM

    exellent

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment