ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

નર્યું પાણી જ… – ‘ગની’ દહીંવાળા

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

 

– ‘ગની’ દહીંવાળા

7 Comments »

 1. bharat vinzuda said,

  July 28, 2013 @ 4:07 am

  મક્તાનો શેર ટાઇપ કરવામાં કંઇ ભૂલ થઇ હોય તેવું લાગે છે.

 2. તીર્થેશ said,

  July 28, 2013 @ 4:53 am

  thanks bharatbhai….

 3. ravindra Sankalia said,

  July 28, 2013 @ 7:41 am

  કોઇ વાર જિન્દગી કેવી ભારરુપ થાય છે તેનો આબેહુબ ચિતાર.

 4. SURESHKUMAR VITHALANI said,

  July 29, 2013 @ 7:07 pm

  A very good gazal, indeed.

 5. SURESHKUMAR VITHALANI said,

  July 29, 2013 @ 7:08 pm

  a vvery good Gazal, indeed!

 6. heta said,

  August 3, 2013 @ 9:08 am

  વાહ….
  રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
  કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

 7. નર્યું પાણી જ… – ‘ગની’ દહીંવાળા | વિજયનું ચિંતન જગત- said,

  August 18, 2013 @ 7:47 am

  […] http://layastaro.com/?p=10292#comments […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment