ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
રઈશ મનીઆર

ગઝલ – અર્પણ ક્રિસ્ટી

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.

આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?

જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !

આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.

નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.

– અર્પણ ક્રિસ્ટી

14 Comments »

 1. deepak said,

  July 26, 2013 @ 2:30 am

  વાહ!!! શુ ગઝલ બની છે… આજનો દિવસ સુધરી ગયો… 🙂

  આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
  દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?

  આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
  ‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

 2. kalpan said,

  July 26, 2013 @ 3:02 am

  ખુબ સુન્દર્…

 3. rekha said,

  July 26, 2013 @ 3:51 am

  વાહ ….મજાની ગઝલ્……

 4. nivarozin rajkumar said,

  July 26, 2013 @ 3:52 am

  મસ્ત મસ્ત મસ્ત

 5. Manubhai Raval said,

  July 26, 2013 @ 5:19 am

  જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
  મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !
  વાહ વાહ ક્યા બાતહે
  આમ તો આખીય ગઝલ સરસ છે
  પણ મને આ મક્તા વધારે ગમ્યો

 6. Jagdip said,

  July 26, 2013 @ 5:21 am

  મસ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્ત………!!

 7. Akhtar Shaikh said,

  July 26, 2013 @ 7:41 am

  ખુબ સુન્દર્…મજાની ગઝલ્……

  સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
  ‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.

 8. rajesh mahant said,

  July 26, 2013 @ 9:53 am

  એકેએક ચોટદાર મત્લાઓ
  ખુબ જ સરસ
  હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
  ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.

 9. Bhavesh said,

  July 26, 2013 @ 10:58 am

  Wonderful!!!

 10. Yogesh Shukla said,

  July 26, 2013 @ 11:52 am

  સુંદર રચના ……………..
  સાચવેલા જુના પત્રમાંથી ગુલાબ નીકળે ,
  એ ગુલાબ્ પર પાછી રચેલી કવિતા નીકળે

 11. RASIKBHAI said,

  July 26, 2013 @ 4:28 pm

  ચોક્લેતિ ગઝલ મિથિ મધુરિ બસ ચ્ગલ્યા કરુ. મઝ આવિ ગૈ.

 12. Harshad said,

  July 28, 2013 @ 11:00 am

  Dear Arpan,
  God Bless You!!
  Each line of your gazal cross through my heart. I felt like someone stole my ‘Manomanthan’ and put in this Gazal and that is you.
  Again GOD bless you my dear!!! and inspire you to do more creation like this.

 13. kirtikumar said,

  July 28, 2013 @ 11:37 am

  સુન્દર્!!!!!!!!!!

 14. heta said,

  August 3, 2013 @ 9:28 am

  વાહ….
  જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
  મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !

  આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
  ‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment