એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.
વિવેક મનહર ટેલર

પાલવ અડક્યાનો મને વ્હેમ છે – હરીન્દ્ર દવે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

4 Comments »

 1. Suresh Shah said,

  July 21, 2013 @ 3:48 pm

  મારા પ્રિય કવિ હરિન્દ્ર દવે ની આ કવિતા વાંચવા મળી. આભાર.
  પ્રેમની વ્યથા વ્યક્ત કરતી આ કવિતા – આટલા અબોલા પછી આવો સવાલ, ….

  મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

  માનશો તમે કે, હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?

  ખૂબ મીઠુ અને મઘુર ….

  – સુરેસ્શ શાહ, સિંગાપોર્

 2. વિવેક said,

  July 22, 2013 @ 2:21 am

  One of the best in our treasure…

 3. anami said,

  July 25, 2013 @ 9:25 pm

  with all respect of Vivek Taylor,….One of the best in our treasure…

 4. KANAIYA DIPEM said,

  February 23, 2014 @ 1:24 am

  આ કવિ ચહરિન્દર દવે ના કાવ્યો વાચિને ખુબ જ આનન્દ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment