પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

પતંગિયાંઓ સળવળે – સંજુ વાળા

કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે
તે છતાં ક્યાં કોઈને કોઈ મળે છે

છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે

સુખનું સામ્રાજ્ય ચાલે પાંસળીમાં
ને પીડાઓ આંગળીથી ઊખળે છે

આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે

સ્થિર થઈ બેઠા છે એ આજે પરંતુ
ચોતરફ એના જ દીવા ઝળહળે છે

ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.

-સંજુ વાળા

6 Comments »

  1. Rina said,

    July 14, 2013 @ 3:26 AM

    Waaaaahhh

  2. Manubhai Raval said,

    July 14, 2013 @ 5:22 AM

    છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
    એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે
    ખુબ સરસ

  3. pragnaju said,

    July 14, 2013 @ 10:22 AM

    સર્વંગ સુંદર ગઝલ નો આ શેર અદભૂત
    આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
    લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે

    પતંગિયાંને દાંત કે જડબાં તો હોતા નથી કે જેથી તે કઠણ ખોરાક આરોગી શકે. !
    યાદ
    આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
    આખું ય વન મહેકતું રહેશે પછી સદા
    મારી પાનીએ બેઠાં પતંગિયાંને ટોક મા.
    મારું કાંડું પકડીને મને રોક મા .

  4. સુધા said,

    July 14, 2013 @ 2:40 PM

    લયસ્તરો વાચવાની મઝા આવે છે. આભાર!

  5. Hitesh Topiwala said,

    July 17, 2013 @ 2:41 AM

    ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
    આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.

    Really Divine!!!!

  6. ravindra Sankalia said,

    July 17, 2013 @ 7:09 AM

    જીવનની ફિલસુફી રજુ કરતી સરસ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment