સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

આટલો – રવીન્દ્ર પારેખ

પુષ્પોનું ભાગ્ય લાવ્યું છે મલકાટ આટલો,
બાકી તો ક્યાંથી હોય પમરાટ આટલો ?

બાકી હશે ભવાટવિની લેણદેણ કંઈ
નહિતર કશે કર્યો નથી વસવાટ આટલો.

થોડોઘણો તો ભેજ કશે રહી ગયો હશે,
બાકી સ્મૃતિને લાગે નહીં કાટ આટલો.

આંખોમાં વાદળાં બને એવી આ પળ હશે,
મારી ભીતર છે એટલે ઉકળાટ આટલો.

તું હોત તો આ ભીંતને છાયા થતે બીજી,
આખર સુધી રહ્યો મને કચવાટ આટલો.

વધતા આ અંધકારમાં હસવું પડ્યું હશે,
બાકી ન હોય સાંજમાં મલકાટ આટલો.

પાંખો હવામાં રાખીને પંખી ખર્યું હશે,
તેથી હવામાં છે હજી ફફડાટ એટલો.

લાગે છે કોઈએ કશે દીવો કર્યો હશે,
નહિતર પવનમાં હોય ના સુસવાટ આટલો.

-રવીન્દ્ર પારેખ

ગઝલ જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ ઉઘડતી જાય છે.

10 Comments »

  1. Manubhai Raval said,

    July 8, 2013 @ 6:16 AM

    આખીય ગઝલ દાદ માગી લે તેવી છે
    ધન્યવાદ રવિન્દ્રભાઈ

  2. Akhtar Shaikh said,

    July 8, 2013 @ 6:49 AM

    Very Beautiful Gazal….

  3. Maheshchandra Naik said,

    July 8, 2013 @ 1:36 PM

    લાગે છે કોઈએ કશે દીવો કર્યો હશે
    નહિતર પવનમા હોય ના સુસવાટ આટલો
    બધા જ શેર સરસ મનભાવન બની રહ્યા છે………………………..

  4. deepak said,

    July 9, 2013 @ 2:16 AM

    ખુબજ સુદંર ગઝલ….

  5. ravindra Sankalia said,

    July 9, 2013 @ 7:45 AM

    ઘણે વખતે રવીન્દ્ર પારેખની ગ્ઝલ વાન્ચવાની મઝા આવી.

  6. Rina said,

    July 11, 2013 @ 11:03 PM

    Awesome

  7. heta said,

    July 12, 2013 @ 11:55 AM

    વાહ…..

  8. pragnaju said,

    July 13, 2013 @ 7:32 PM

    વધતા આ અંધકારમાં હસવું પડ્યું હશે,
    બાકી ન હોય સાંજમાં મલકાટ આટલો.

    વાહ

  9. સુરેશ જાની said,

    July 14, 2013 @ 10:31 AM

    લાગે છે ગઝલકાર પણ જાતે જ ફૂલ છે.
    નહેીંતર ફેલાય ના કદી પમરાટ આટલો.

  10. P.K.Davda said,

    July 14, 2013 @ 10:40 AM

    ઘણાં સમય બાદ આટલી સારી ગઝલ વાંચવા મળી. પ્રત્યેક પંક્તિ ચોટદાર છે. વાહ વાહ ! વાહ વાહ!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment