પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

9 Comments »

 1. pragnaju said,

  June 30, 2013 @ 8:45 pm

  ર પા ની સુંદર ગઝલ
  થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
  તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
  વા હ

 2. Manubhai Raval said,

  July 1, 2013 @ 6:21 am

  ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
  હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

  થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
  તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

  છેલ્લી ચાર દીલ સોંસરવી ઉતરી ગઈ…. લાજવાબ

 3. વિવેક said,

  July 3, 2013 @ 2:15 am

  ખૂબ જાણીતી અને મજાની ‘વિન્ટેજ-વાઇન’ ગઝલ…

 4. Akhtar Shaikh said,

  July 4, 2013 @ 7:43 am

  થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
  તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

  ….. લાજવાબ ગઝલ…

 5. Sureshkumar G Vithalani said,

  July 4, 2013 @ 2:39 pm

  UNDUBTABLY A WONDERFUL GAZAL BY RP.

 6. Sureshkumar G Vithalani said,

  July 4, 2013 @ 2:41 pm

  CERTAINLY A WONDERFUL GAZAL BY RP.

 7. saumil parmar said,

  October 18, 2013 @ 12:24 am

  વાહ અદ્ભુત શબ્દ રચના ..!!! રમેશ ભાઈ ખરેખર લાજવાબ છે…!!!

 8. હાતિમ said,

  April 13, 2017 @ 11:22 am

  કોમેન્ટ કરીએ તો અમે અભાગિયાને જવાબ રોકડો ખોટા રૂપિયા જેવો મળે છે “તમે આ કોમેન્ટ કરી ચૂક્યા છો”
  શું કરિયે શામળિયા અમે કેમ કરીને લખિયે રે!!!
  આ હુંડિ વિવેકભાઇ સટેલરને પોન્ચે હાતિમ}

 9. વિવેક said,

  April 14, 2017 @ 8:35 am

  @ હાતિમ…

  આપ તો હાતિમતાઈ છો… ધારો એ કરી શકો…

  (ઇન્ટરનેટ છે… ક્યારે વંઠે એ કહી ન શકાય!)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment