એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
વજેસિંહ પારગી

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો – મૂકેશ જોશી

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…

– મૂકેશ જોશી

ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.

9 Comments »

  1. Himanshu said,

    January 13, 2008 @ 1:43 AM

    Mukesh Joshi is a living treasure of our language. His poems are simple, emotional, spiritual and effective – all at the same time.

    BTW – he is originally from Himmatnagar (uttar Gujarat). Being a decendent of that region, I am always reminded of the સ્પસસ્ટ-વક્તા બોલી , that you find in that region. There are no complex metaphors and wordgames. Simple words that come and hit you.

    Well done Mukesh!

  2. pragnaju said,

    January 14, 2008 @ 1:30 PM

    સુંદર ગીત
    તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
    તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    વાહ્

  3. વિવેક said,

    January 15, 2008 @ 12:56 AM

    સાદ્યંત સુંદર ગીત…

  4. ભાવના શુક્લ said,

    January 15, 2008 @ 10:40 AM

    તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
    તમે કોઇ દિવસ…
    ………………………………….
    કોઈ ચમરબંધની તાકાત નથી આ પ્રશ્નનો જવાબ “ના” મા આપવાની…
    તમે રડો, રડ્યાજ કરો અકથ્ય પણે બેશુમાર રડો છો, કોઈ મળશે તેવુ આશાભરેલુ રડો, મળી જાય તો અવાચક રડો, જુદાઈના ડર માત્રથી રડો, જુદા પડ્યા પછી તો જીવન જ રુદનનો પર્યાય જેવુ બની રહે, ચાહો છતા દુખને દુઃખનુ નામ ના આપી શકો અને તમને તો કયારેય જવાબ ના ઝડે પણ મુકેશ જોશીએ ઉકેલી આપ્યુ કે અરે!! આ તો પ્રેમમા પડ્યા હતા..બસ….

  5. shriya said,

    January 16, 2008 @ 10:57 PM

    વાહ…. સુંદર ગીત…

  6. dilip ghaswala said,

    January 18, 2008 @ 2:05 PM

    આ ગઝ લ અદભુત..વાહ વાહ..
    દિલીપ ઘાસવાલા..

  7. Misha said,

    November 28, 2010 @ 12:03 PM

    ખુબજ સરસ રજુઆત જે પ્રિત કરે એ જ જાને……આખિ જિન્દગિ કોઇ નિ યાદ મા જિવો તો ખબર પદે….

  8. Bharat Chauhan said,

    July 2, 2011 @ 11:35 AM

    તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?

    ખૂબજ સુંદર કાવ્ય

  9. vasant shah said,

    January 16, 2013 @ 5:06 AM

    ARE MARA SAHEB, KOK ABHAGIYAJ PREMMA NA PADYA HOY !
    AME TO PDYA Y CHHIYE, NE UBHAY THAYA CHHIYE. AAMATO BAPU YEVU KE MAR KHAY YE MAL KHAY.THAVU HOY YE THAY, PREMA TO PADVUJ JOIYE. SHU KAHOCHO ,MUKESHBHAI !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment