આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

બંદી – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

‘ બંદી, કોણે બાંધ્યો છે તને,
આટલી સખ્ત રીતે ?’

‘ માલિકે મને વજ્ર જેવા સખ્ત
બંધનથી બાંધ્યો છે.
મનમાં મારે હતું-
સૌ કરતાં હું મોટો થઈશ.
રાજાનું ધન મેં મારા ઘરમાં
ભેગું કર્યું હતું.
ઊંઘ આવતાં માલિકની પથારી પાથરી
હું સૂઈ ગયો હતો.
જાગીને જોઉં છું તો સ્વ-સંચિત ભંડારમાં
હું બંધાયેલો છું.’

‘ ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે ?’

‘ મેં પોતે જ બહુ જતનપૂર્વક
એ ઘડ્યું છે.
મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ
જગતને ગ્રસશે,
હું એકલો જ સ્વાધીન રહીશ,
બધા જ દાસ થશે.
એટલે મેં રાત-દિવસ લોઢાની સાંકળ ઘડી હતી-
-કેટલી આગ,કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી.
ઘડવાનું જયારે પૂરું થયું ત્યારે જોઉં છું-
તો
મારી એ સખ્ત અને કઠોર સાંકળે
મને જ બંદી બનાવ્યો છે.’

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુ- નગીનદાસ પારેખ

અહીં લૌકિક બંધનની વાત નથી. આપણે પોતે જ્ન્મપશ્ચાત આપણી પોતાની જાતને – જેને આપણે ‘મન’ કહીએ છીએ – અસંખ્ય જડ પૂર્વગ્રહો અને અર્ધદગ્ધ જાણકારીઓ [ જેને આપણે ‘જ્ઞાન’ કહીએ છીએ ] વડે રચાતી નાગચૂડમાં જકડાઈ જવા દઈએ છીએ. આ નાગચૂડમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થયા બાદ આપણે વિવિધ ધર્મ-સંપ્રદાય-માર્ગ-ગુરુ-ફિલોસોફી ઈત્યાદીમાં આ નાગચૂડમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ છીએ જેને કારણે આપણને ગ્રસ્ત કરનાર નાગચૂડનો માત્ર પ્રકાર બદલાય છે – real freedom , સાચી મુક્તિ જોજનો દૂરની જોજનો દૂર જ રહે છે. વળી આ બધા તરફડીયાને લીધે આપણે સાચા માર્ગથી વધુને વધુ અળગા થતા જઈએ છીએ. પછી આત્મવંચનાનો ભયાનક તબક્કો આવે છે. અંતે બચે છે માત્ર huge Ego……

5 Comments »

  1. perpoto said,

    May 6, 2013 @ 7:38 AM

    મન પોતે જ ઉભી કરે અદાલત અને પોતે જ આપે ફેંસલો-જે.કૃષ્ણમુર્તિ

  2. kirtikumar said,

    May 6, 2013 @ 9:21 AM

    ઍક જ્શ્બ્દ્ અ દ ભુ ત્……..

  3. pragnaju said,

    May 6, 2013 @ 2:45 PM

    કવિ રવીન્દ્રનાથ ઠાકુર હોય અને અનુ- નગીનદાસ પારેખ તે કાવ્ય ખૂબ સુંદર હોય જ્ મારી એ સખ્ત અને કઠોર સાંકળે
    મને જ બંદી બનાવ્યો છે.’
    વાહ
    યાદ
    હૂં ગિરફતારે ઉલફતે સૈયાદ,
    વર્ના બાકી હૈ તાકતે પરવાઝ.
    સૈયાદના માધ્યમ વડે ગાલિબે પ્રેમીઓની સ્વૈચ્છિક કારાવાસની માનસિકતા રજૂ કરી છે. તેઓ કહે છે કે, જેણે મને બંદી બનાવ્યો છે, જેણે મને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે, યા ખુદા આ તો કેવી કસોટી છે કે અમે તેના જ પ્રેમમાં પાગલ થઈ ગયા છીએ, તેની જ નશીલી આંખોમાં ખોવાઈ ગયા છીએ. નહીંતર હજુ પણ મારામાં ઊડવાની શક્તિ બાકી છે. ગુલામીની જંજીરોમાં જકડાઈ રહેવું કોઇને ન ગમે, પણ પ્રેમ એક એવી અવસ્થા છે જેની જંજીરોને ફેંકવી કોઇને ન ગમે. પ્રેમીઓ ખુદાને આ બેડીઓ વધુને વધુ મજબૂત કરવાની બંદગી કરે છે, પ્રેમરસ વધુ ઘોળવાની ઇબાદત કરે છે

  4. La'Kant said,

    May 8, 2013 @ 7:02 AM

    ,,,,,”નહીંતર હજુ પણ મારામાં ઊડવાની શક્તિ બાકી છે. …..”pragnaju said,
    { May 6, 2013 @ 2:45 p }..” સ્વૈચ્છિક કારાવાસની માનસિકતા” ની વાત યથાર્થ…

    બંધન પોતે પેદા કરેલ કાલ્પનિક…. ભ્રમિત… વિચારો,માન્યતાઓના અને ખયાલોના જ હોતા હોય છે ને !
    આ તો બાપુની ગમતી મીઠી ચળ…ખણસ જેવું છે…ખાટલામાં આળોટયા કરવા જેવું… સહેવાય નહીં અને મેલાય ય નહીં…….

    -લા’કલાન્ત / ૮-૫-૧૩

  5. વિવેક said,

    May 8, 2013 @ 9:44 AM

    સુંદર રચના અને અર્થગંભીર આસ્વાદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment