હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

જુવાનીમાં – વિંદા કરંદીકર (અનુ. જયા મહેતા)

જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.

અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.

– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)

5 Comments »

 1. વિવેક said,

  December 24, 2007 @ 2:15 am

  કેવું કારમું સત્ય !

 2. DARIYO said,

  December 24, 2007 @ 6:48 am

  સત્ય અને એમાયે કારમું…..શું સમજાયુ તમને, વિવેકભાઈ?

 3. Pragnaju Prafull Vyas said,

  December 24, 2007 @ 9:58 am

  આમ આપણે કેવી ક્ષુલક વાતમાં સમય પસાર કરીએ છે!
  તે વાત વિંદા કહેવા માંગે છે…
  બીજી રીતે જોઈએ તો ફારસી શબ્દ’પેશાબ’ નો અર્થ પેશ્+આબ થાય.
  ઉસને પાની માંગા,
  મૈંને પેશાબ કીયા .
  એ શેરમાં પાણી હાજર કર્યું તેવો અર્થ થાય.
  તે રીતે પોતે વાદળ સ્વરુપ કલ્પી આપણે પાણી પેશ કરીએ તો પણ દરિયાની સપાટી તો તેટલી જ રહે તે સમજતા કેટલાકને આયુષ્ય ખર્ચી નાંખવું પડે!
  તેના કરતાં …
  અજ્ઞાત કહે છે તેમ—
  વિશ્વાસ આપી હવે કેમ ભૂલે, આયુષ્ય શું મારું બધું આમ ડૂલે.
  કદિ નહિ છોડું હું તો તારું નામ, પછી તારે કરવું પડશે સહુ કામ.

 4. ભાવના શુક્લ said,

  December 26, 2007 @ 11:11 am

  કાવ્યની સાથે સાથે પ્રજ્ઞાજુએ જે સમજ આપી તે બન્ને ને સલામ….

 5. shriya said,

  January 10, 2008 @ 8:37 pm

  એકદમ સાચી વાત, આપણે ક્ષુલક વાતોમાં આપણા જીવનની અમૂલ્ય પલ માણવાની ભૂલી જતા હોઈએ છીએ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment