અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.
હરદ્વાર ગોસ્વામી

કોને – મનોજ ખંડેરિયા

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

10 Comments »

 1. jagdip said,

  April 29, 2013 @ 5:08 am

  મનોજ ખંડેરીયા….?????

 2. RASIKBHAI said,

  April 29, 2013 @ 7:23 am

  બાકિ ભેતે ચ્હે પાન્ખર કોને . મ્ઝા આવિ ગૈ

 3. HariK Patel said,

  April 29, 2013 @ 8:56 am

  લખિ તમે આ જબરજસ્ત ગઝલ
  કસિને તમારિ કમર
  અમોને ખુબ ગમિ અને
  જરુર થાઓ ત્મે અમર

 4. Maheshchandra Naik said,

  April 29, 2013 @ 2:09 pm

  કવિશ્રી મનોજ ખંડેરિયાને લાખ લાખ સલામ………………………………

 5. pragnaju said,

  April 29, 2013 @ 7:46 pm

  સ્વ મનોજની અમર ગઝલ
  તેનો અમર શેર
  બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
  દોસ્ત અહીં થાવું છે અમર કોને?
  ખૂબ સુંદર

 6. Darshana bhatt said,

  April 29, 2013 @ 9:58 pm

  ગઝલ ખુબ ગમી. અમારા હૃદયમાં અમરત્વ aape પ્રાપ્ત કરી જ લીધું છે.

 7. હેમંત પુણેકર said,

  April 30, 2013 @ 1:33 am

  ક્યા બાત! છેલ્લો શેર ઘણી વાર સાંભળ્યો છે પણ આખી ગઝલ આજે જ વાંચી. ધન્યવાદ!

 8. વિવેક said,

  May 1, 2013 @ 9:44 am

  …અને આ છે “ગઝલ” !

  વાહ કવિ…

 9. Pravin Shah said,

  May 1, 2013 @ 11:47 am

  દોસ્ત અહીં થાવું છે અમર કોને…..
  વાહ !

 10. Harshad said,

  May 1, 2013 @ 9:16 pm

  Manojbhai,
  Bahootkhub!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment