કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

હશે – અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.

– અમર પાલનપુરી

મુશાયરાને કદાચ ડોલાવી શકનારી આ ગઝલના ગુણ-દોષ મુક્તમને ચર્ચવા સૌ રસિકોને આમંત્રણ છે……

7 Comments »

 1. Dr. Jagdip said,

  April 28, 2013 @ 4:54 am

  મુશાયરો ડોલવા અને ડોલાવવા માટેજ હોય છે…બાકી…

  એમને છો આવતી એમા મજા
  શબ્દ ભારેખમ સદા હોતી સજા…..
  જે.કે.

 2. pragnaju said,

  April 28, 2013 @ 8:25 am

  ગઝલ કાશી હુરટના અમારા અમરની અમર ગઝલ
  તેમના ઉઝરડા મા માણશો
  ફરી ફરી માણશો
  કાંઇ લખવાનું રહેશે નહીં
  અનુભૂતિ થશે…!

 3. Dhaval said,

  April 28, 2013 @ 8:52 am

  મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
  હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.

  – આ શેર હજુ યાદ છે !

 4. Maheshchandra Naik said,

  April 29, 2013 @ 4:56 pm

  અમારા સુરતના લોકપ્રિય શાયર અમરભાઈની ખુબ જ જાણીતી ગઝલ માણીને ખુબ આનદ થયો……………………………………………
  “પ્રગનાજુ”ની વાત સાથે સમ્ંત થઈ ઉઝરડા સાથે રુઝ પણ માણવા જેવો ગઝલસંગ્રહ છે……

 5. વિવેક said,

  April 30, 2013 @ 2:35 am

  મુક્તમને ગઝલના ગુણ-દોષની ચર્ચા?

  આ વળી કયું પ્રાણી છે, દોસ્ત? ગુજરાતી સાહિત્યમાં તો કદાચ આવો ધારો જ નથી અને કોઈ વ્યક્તિ કોઈકની કવિતાની મુક્તમને ચર્ચા કરે તો કવિને માઠું લાગી જતું હોય છે…

  ચાર શેરની ગઝલ પણ લગભગ બધા જ શેર સામાન્ય કક્ષાના… એક પણ શેર અભિધાથી ઉપર ઊઠી શકતો નથી…

 6. Harshad said,

  May 1, 2013 @ 9:23 pm

  I like this gazal ‘The Most’.

 7. La'Kant said,

  May 6, 2013 @ 10:01 am

  “મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
  પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને. ” / ગની દહીંવાલા

  પોતાનું પ્રિય પાત્ર “હૂર’…વધુ સુગંધી ,
  અને પોતાનું મધ વધુ મીઠું.ખરુંને?

  This is ok., rest….very routine…common..nothing special about it!
  We all are ” U N I Q U E “…SO NON-COMPARABLE TOO !

  લા’ / ૬-૫-૧૩

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment