પ્રશ્ન હજ્જારો ઊભ્ભા મોલ સમા ઊગી આવ્યા’તા મારી આંખોમાં,
આપે પાંપણ જરાક ઊઠાવી, ડૂબ્યા સૌ સામટા જળાશયમાં.
વિવેક ટેલર

શું કરશો હરિ ? – રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,

હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?

હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?

નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

– Rainer Maria Rilke

મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘

6 Comments »

 1. perpoto said,

  April 15, 2013 @ 3:10 am

  કરે લવારા
  પ્રેમઘેલો કવિશ્રી
  આવોને હરી

 2. પંચમ શુક્લ said,

  April 15, 2013 @ 5:32 am

  સુંદર ભાવાનુવાદ.

  એક સંસ્કૃતિ અને ભાષામાંથી બીજી સંસ્કૃતિ અને ભાષામાં, કવિતાને કવિતા રાખી ઝીલવી એ શંકર જટા પર ગંગા ઝીલવા જેવું કામ છે.

  કડક આર કરેલા અનુવાદોમાં ઘણેભાગે શબ્દાળુતા રહી જતી હોય છે અને કવિતા ઊડી જતી હોય છે. આપણી આવા ભાવાનુવાદો પાસે જઈ કવિતાનો અનુવાદ કેમ કરાય એ શીખવા જેવું છે.

 3. P. P. M A N K A D said,

  April 15, 2013 @ 7:00 am

  ABCDEFG HIJKLMN OPQRSTU VWXYZ You, who may be well- versed in praising a good poem and its translation, may find out suitable letters from the abovementioned alphabet and write down a good commentary over such a beautiful poem. In fact, Who am I
  to judge
  the work of
  SAIN ?

 4. vijay joshi said,

  April 15, 2013 @ 8:36 am

  I entirely agree with Panchambhai. When you transalate a poem written in a foreign tongue, it should never be a literal wordy translation devoid of its own heart. A word in isolation by itself can easily be translated but then it will be very dry (like a dictionary) but when words unite and come together to create a though, a feeling, an inner experience in a foreign toungue in an alien culture then what a great poet (like Makarandbhai) has done is to reinterprete it beautifully in his own tongue and culture. These attempts-instead of calling them “translation of”, should be called “inspired by”

 5. Maheshchandra Naik said,

  April 15, 2013 @ 6:42 pm

  હરિને પ્રાર્થનાની સરસ રજુઆત, અનુવાદક કવિશ્રી સાઈ મકરદ દવે હોય એટ્લે ટીપ્પણીને અવકાશ જ નથી રહેતો…………ાનુવાદક કવિશ્રીને સલામ

 6. pragnaju said,

  April 16, 2013 @ 2:27 pm

  સરસ ગીતનો સુંદર ભાષાનુવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment