જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હોફુકુ સૈકાત્સુ

હોફુકુ સૈકાત્સુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

મૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું - હોફુકુ સૈકાત્સુમૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું – હોફુકુ સૈકાત્સુ

lake-landscape-rachel

મને ન કહો કે રસ્તો કેટલો મુશ્કેલ છે !
પક્ષીનો પથ, વાંકોચૂકો દૂર સુધી
તમારી સામે જ છે.

તાપી નદીનું પાણી
તમે સમુદ્રને પરત કરો
હું પર્વતને.

– હોફુકુ સૈકાત્સુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન કવિતા એટલે એક જીવંત શબ્દ-ચિત્ર. ઝેન કવિતામાં શબ્દ તો ઓછાં હોય છે પણ શબ્દોની વચ્ચેનો અવકાશ વધુ હોય છે. આ અવકાશ વાંચવાની કળા એટલે જ ઝેન. ઝેન કાવ્ય વાચક સમક્ષ એક દૃશ્ય યથાતથ મૂકે છે અને  વાચકે એ દૃશ્યમાં ઊતરીને એનો જાદુ અનુભવવાનો હોય છે.

આ કવિતા આપણા મૂળ ઘરની કવિતા છે. આપણી સ્વયંસ્ફૂર્તતા આપણને જ્યાં લઈ જાય એ જ આપણું ઘર. પક્ષી કદી પોતાનો રસ્તો ભૂલતું નથી. નદીનું પાણી કોઈ સમુદ્ર સુધી લઈ જાય છે, કવિ પર્વત સુધી. નદીનું ઘર કોઈને સમુદ્ર લાગે તો કોઈને પર્વત. નદીનું પાણી સમુદ્રમાર્ગેથી બાષ્પીભૂત થઈ વાદળમાં ભળી અંતે પર્વત પર જ પહોંચે છે એ વાસ્તવિક્તા વિચારીએ ત્યારે આ કવિતાનો મર્મ પકડાય.

અંતે તો આપણું હોવું એ જ છે આપણું સાચું ઘર.

Comments (5)