અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુભાષ શાહ

સુભાષ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

નથી - સુભાષ શાહનથી – સુભાષ શાહ

બસ હવે હસવું નથી રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.

એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.

એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવાને પણ હવે નડવું નથી.

સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી,પડવું નથી.

એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
જાતથી પણ જાતને જડવું નથી.

– સુભાષ શાહ

સરળ ભાષામાં પણ કવિતા ઘણીવાર કેવી ઊંડી વાત કરી શકે છે ! હવાને ન નડવાવાળો શેર અને સ્થિતપ્રજ્ઞતાવાળો શેર ખૂબ ધીમેથી મમળાવવા જેવા છે.

Comments (13)