અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિનેશ દેસાઈ

દિનેશ દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઠરેલી વાત છે -દિનેશ દેસાઈ

હાથમાં અકબંધ દરિયા સાત છે,
તે છતાં ભરતી અમારી ઘાત છે.

જોઈ લીધા કૈંક તોફાનો અમે,
દિલ અમારું ખારવાની જાત છે.

રેતનું ઘર આખરે ડૂબી જશે,
મોજદરિયા રોજનો આઘાત છે.

રક્તની ટશરો પછી તો ફૂટશે,
ક્યાં ઉઝરડાની હવે ઓકાત છે.

રાખમાં તણખો બનીને જીવશે,
આગના પડખે ઠરેલી વાત છે.

-દિનેશ દેસાઈ

Comments (2)