‘ઓજસ’ તું એને પૂછ મજા ઈંતેજારની,
જેને મિલનપ્રસંગે જુદાઈનો ગમ રહે.
ઓજસ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બિસ્મિલ મન્સૂરી

બિસ્મિલ મન્સૂરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પાનખરમાં પર્ણ... - બિસ્મિલ મન્સૂરીપાનખરમાં પર્ણ… – બિસ્મિલ મન્સૂરી

પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?

હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?

અપરિચિત લાગણીની વારતા,
ચુપ રહો તો આંખમાં ડોકાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.

-બિસ્મિલ મન્સૂરી

Comments (2)