બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
હિમલ પંડ્યા ‘પાર્થ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મણીન્દ્ર રાય

મણીન્દ્ર રાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અનુભૂતિ... - મણીન્દ્ર રાયઅનુભૂતિ… – મણીન્દ્ર રાય

જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.

– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)

Comments (1)