અભાવ – ગુણવંત શાહ
ખાંડ ?
સાડાચાર રૂપિયે કિલો.
ઘઉં ?
ત્રણ રૂપિયે કિલો.
તેલ ?
સાડાઆઠ રૂપિયે કિલો.
બધી ચીજોના ભાવ વધતા જ રહે ત્યારે
હું ભગવાનને
એક જ વિનંતિ કરું છું:
પ્રભુ !
મારો જીગરી દોસ્ત
વરસને વચલે દહાડે
પોતાના નાનકાને મુંબઈ બતાવવા આવે,
ત્યારે
મને એવું કદી ન થાઓ
કે :
‘એ હવે ક્યારે જશે ?’
– ગુણવંત શાહ
jayshree said,
July 16, 2007 @ 1:09 AM
વાહ.. !!
shriya said,
July 16, 2007 @ 12:25 PM
બહુ સરસ….
-શ્રીયા
nirav said,
July 21, 2007 @ 2:56 PM
વાહ વાહ !
dharmesh Trivedi said,
July 22, 2007 @ 3:44 PM
ગુણવતભઈ
આપણા ગુજરાત અને અમારા વડોદરા નુ ગૌરવ છે.
ઊર્મિ said,
July 24, 2007 @ 4:10 PM
મજાની પ્રાર્થના… 🙂
sanjay said,
April 10, 2010 @ 7:05 AM
really nice