તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

10 Comments »

  1. Pinki said,

    February 13, 2010 @ 4:36 AM

    સૌ કવિઓને અભિનંદન…. સરસ સંકલન… !

    लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
    हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

    બસ… અમન કી આશા વાસ્તવિકતા બની જાય !

  2. સુનીલ શાહ said,

    February 13, 2010 @ 6:17 AM

    સુંદર…અતિસુંદર શેરોનું સંકલન.

  3. 'marmi' said,

    February 13, 2010 @ 7:50 AM

    દરેક કવિ મિત્રોને અભિનન્દન

  4. Dr P A Mevada said,

    February 13, 2010 @ 9:56 AM

    ખૂબજ ગમી જાય એવા શેરછે.સૌને અભિનંદન. દિલો મળશે તો દિમાગ મળશે, અને દિમાગ મળશે તો સરહદ કાંટાની વાડ પણ નહીં રહે, ચમન બની જશે.
    “સાજ” મેવાડા

  5. ઊર્મિ said,

    February 13, 2010 @ 10:05 AM

    વાહ…ખૂબ જ મજા આવી… બધી જ ગઝલો આખી માણવાની ઈચ્છા થઈ આવી…

    અને ખાસ તો, સુરતની સાથે બારડોલીનું નામ ભળ્યું ને જાણે દિલ બાગ-બાગ થઈ ગયું… 🙂

  6. dr sudhakar hathi said,

    February 14, 2010 @ 5:53 AM

    સુન્દર ગઝલ પરન્તુ આપને પક્ષે ? પાક તરફથી કાઈ નહી ?

  7. ધવલ said,

    February 14, 2010 @ 3:00 PM

    આમીન ! ભારતીય ઉપદ્વિપના ચહેરા પરનો આ જખમ જલદી રુઝાય એવી પ્રાર્થના …

  8. sudhir patel said,

    February 14, 2010 @ 5:46 PM

    સરસ ગઝલો, સુંદર પ્રયત્ન!
    આભાર.
    સુધીર પટેલ.

  9. Girish Parikh said,

    February 14, 2010 @ 7:31 PM

    उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
    ગૌરાંગ ઠાકરની ઉપરની પંક્તિ અદ્વૈત વેદાંતની યાદ અપાવે છે. અને ભારત-પાકીસ્તાન ઉપરાંત આખા વિશ્વના બધા દેશોને એ લાગુ પડે છે. ‘વસુધૈવ કુટુંબકમ’ એ સસ્કૃત સૂત્ર પણ યાદ કરવા જેવું છે.

  10. kanchankumari parmar said,

    February 21, 2010 @ 2:26 AM

    ભલે શુખ હોય અહિં અપરમપાર્…… પણ મન મારુ ઝંખે સરહદ નિ પાર…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment