सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – १)
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…
દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:
યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:
सीमीत मनकी पंखका निस्सीम हो विस्तार,
अब घोंसला है विश्व सभीका सदन रहें
तस्बीमें पीरों दूँ में ये बिखरे हुए दाने
हरदम खुशीमें चुरचुर मन और तन रहें
ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:
हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे
વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:
कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।
-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:
अंधी जो आंखे देख सके उस लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे
– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:
सरहदकी दोनों और चहकता चमन रहे’
बेसाखता हे हसरत अमनो अमन रहे
અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:
हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.
तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.
-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:
आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे
भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे
-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:
हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |
– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….
સુનીલ શાહ said,
February 6, 2010 @ 5:45 AM
मझा आ गई…
काश..उस पार से थी कोई संदेश आता…!
Kirtikant Purohit said,
February 6, 2010 @ 6:10 AM
કુદરતે ક્યાં સરહદ બનાવી છે? એમ દિલો વચ્ચે ય સરહદ નથી.કવિ-દિલોને હાર્દિક અભિનંદન.
ઊર્મિ said,
February 6, 2010 @ 2:18 PM
आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे
भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे
વાહ… આ પંક્તિઓ તો સાચે જ દિલમાં વસી ગઈ !
…અને સુરતી-કવિઓની કલમની રાહ આવતા શનિવાર સુધી જોવી પડશે એમ કે ?
ધવલ said,
February 6, 2010 @ 8:21 PM
આમીન ! સુંદર ભાવ અને સુંદર કવિતાઓ !
sudhir patel said,
February 6, 2010 @ 10:28 PM
ખૂબ સુંદર પંક્તિઓ! આભાર, વિવેકભાઈ!
સુધીર પટેલ.
Taha Mnsuri said,
February 6, 2010 @ 10:29 PM
પિતાનો જ્ન્મ કરાંચીનો હોઇ એક વખત પાકિસ્તાનની મુલાકાત લેવાની તીવ્ર ઇચ્છા છે,
અને તકદીર આવો કોઇ મોકો આપે તો તે પ્રસંગ માટે એક ગઝલ લખીને રાખી છે તે આપની સાથે વહેંચી રહ્યો છુ.
(સામે પારથી પણ જવાબ આવતો તો ઘણી મજા આવતી, ખૈર…………………………)
में इन्कार लाया हूँ, में इज़हार लाया हूँ
में हिन्दुस्तान से आप सब के लिए प्यार लाया हूँ
दोनों मुल्कों को जोड़ दे में ऐसे तार लाया हूँ
में पहनाने आप को दोस्ती का हार लाया हूँ
में पाने आया हूँ आप सब के दिलों का प्यार
औए खोने के लिए दुश्मनी का कारोबार लाया हूँ
मोहब्बत लाया हूँ में ताज के पथ्थरों से टपकती हुई
में मुमताज़ के दिलमें शाहजहाँ का प्यार लाया हूँ
में करने आया हूँ जियारत बाबा फरीद की
साथ में ख्वाजा चिश्ती का मज़ार लाया हूँ
मत इतराओ अपने लालुखेत परा इतना यारो
में अपने साथ पूरा यु.पी.-बिहार लाया हूँ
गर्म हवाएं लाया हूँ में अपने गुजरात से
कश्मीर से वही मचलती हुई बहार लाया हूँ
“ताहा” को याद रखना आप अपनी दुआओं में
में शायर हूँ साथ अपने अशआर लाया हूँ.
– ताहा मंसूरी
Pinki said,
February 7, 2010 @ 4:51 AM
સરસ સંકલન.. પૂરી ગઝલનો ઇંતેજા..ર !
आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे
વાહ ! ક્યા બાત !
Sandhya Bhatt said,
February 7, 2010 @ 10:56 PM
કવિઓ કે કલાકારોના દિલમાં પ્રેમ અને માત્ર પ્રેમ હોય છે,જે દુનિયાને જીવવા લાયક જગા બનાવે છે. આવી અભિવ્યક્તિની તક આપવા માટે વિવેકભાઈને અભિનંદન.
pragnaju said,
February 10, 2010 @ 1:06 AM
સરસ સંકલન.
तस्बीमें पीरों दूँ में ये बिखरे हुए दाने
हरदम खुशीमें चुरचुर मन और तन रहें
વાહ્
ઊર્મિનો સાગર » अमन-स्तवन said,
April 12, 2010 @ 11:26 AM
[…] આજે પ્રસ્તુત છે, મારી કલમથી (આઈ મીન, કી-બોર્ડથી) પ્રથમવાર હિન્દીમાં લખાયેલી ગઝલ… જે જાન્યુઆરીમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ દ્વારા યોજાયેલા ઓનલાઈન તરહી મુશાયરા વખતે લખાઈ હતી… જેમાં આ પંક્તિ અપાઈ હતી: सरहद की दोनों ओर चहकता चमन रहे […]