હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

કવિતા – ભરત ત્રિવેદી

જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!

અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.

– ભરત ત્રિવેદી

હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે

11 Comments »

  1. Neha Purohit said,

    April 15, 2026 @ 11:12 AM

    વાહ કવિતા !!!!

  2. Barin Dixit said,

    April 15, 2026 @ 11:34 AM

    જ્યાં સુધી હોય છે વિચારોમાં ત્યાં સુધીજ કવિતા કવિની હોય છે પછી એ ભાવકની /વાચકની બને છે! જેમ લગ્ન પછી પુરુષ બદલાઈ જાય છે ! કોક બીજાનો થઈ જાય છે🙏🙏ખૂબ સરસ કાવ્ય 🌷🌷

  3. ડૉ માર્ગી દોશી said,

    April 15, 2026 @ 11:36 AM

    ખૂબ જ ઉમદા અછાંદસ કવિતા અને આસ્વાદ પણ ઉત્તમ 😊👏👏

  4. DILIPKUMAR CHAVDA said,

    April 15, 2026 @ 11:38 AM

    જબરદસ્ત કવિતા..

    કવિતાની અંદર કવિતાની અદ્ધભૂત વાત

  5. Kishor Barot said,

    April 15, 2026 @ 12:30 PM

    વાહ. 👌

  6. Kishor Barot said,

    April 15, 2026 @ 12:31 PM

    કવિતાની ગત ન્યારી.

  7. Manoj Shukla said,

    April 15, 2026 @ 1:01 PM

    સરસ વાત કવિ અને કવિતાના અનુબંધની

  8. DILIP DHOLAKIYA SHYAM said,

    April 15, 2026 @ 2:54 PM

    સરસ રચના…👍

  9. Kishor Ahya said,

    April 15, 2026 @ 6:04 PM

    કવિ કવિતા લખે છે કે કવિતા કવીને લખે છે! બંને એકજ વાત છે, કેમકે કવિની જાણમાં હોય કે કલ્પનામાં હોય એજ લખી શકાય છે, એટલે જ કવિ શ્રી ભરત ત્રિવેદી કહે છે.

    “હું કવિતા લખવા બેસું
    ત્યારે
    કવિતા મને લખતી હોય છે.”

    ‘તે પણ
    અચૂક પાસે આવી
    બેસી જાય છે ‘
    કવિ આકાશની વાત લખવા ઇચ્છે છે ,ત્યારે મન અરીસો ધરે છે! આકાશની પાર નો કોઈ અનુભવ તો છે નહીં, તો એને લખશો કેમ ? લીલા ખેતરની જે મોજ છે એ જ લખોને! ‘

    ‘હું. લખવા મથું
    આકાશ વિશે તો
    તે લખાવે છે
    લીલાંછમ ખેતરો વિશે!’

    “અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
    હું
    પરેશાન હોઉં ત્યારેય
    તે ખુશ થતી હોય છે.”

    કવિ કહે છે અજાણી ટ્રેઇન જેવી આ જિંદગીની મુસાફરી છે! ભવિષ્યની કઈ ખબર નથી! કવિ પરેશાન છે પણ કવિતા ખુશ! કારણ એ દુઃખમાં થતી પીડા જ કવિતાના શબ્દો બનવાના છે!

    વાહ! સરસ અછાંદસ અને શ્રી વિવેકભાઈનો સરસ મજાનો વિશદ આસ્વાદ.વાહ! વિશદ આસ્વાદમાં શ્રી વિવેકભાઈ એ બહુ સરસ વાત કરી છે..
    “ક્યાંથી શરૂ કરવા કરતા વધુ મહત્વનું છે ક્યાં અટકવું?”
    કવિ શ્રી જયંત પાઠકની કવિતા
    ‘મારી પોથીના પાનાંમાં છે મેં લખેલી કવિતા; ‘અને
    ‘કવિતા! એકલા કવિથી એ ક્યારે પૂરી થાય છે?ભાવક એને સુધારીને વાચે ત્યારેજ તે પૂરી થાય છે.’ વાહ! બંને ઉદાહરણો કવિતાના સંદર્ભમાં ખૂબ રુચિકર છે.

    🌹🌹🌹🌹

  10. Dr Sejal Bhvesh Desai said,

    April 17, 2026 @ 6:33 AM

    વાહ..કવિતા

  11. Manoj Shukla said,

    April 29, 2026 @ 12:39 PM

    ખરું અને ખૂબ સારું નિરીક્ષણ 👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment