આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

પ્રેમનગરીનું પતન – શબનમ ખોજા

કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
આવ તું જાતે કરી જો ઉત્ખનન.

જો મળે તારી અને મારી નજર,
આંખથી અત્તર ઝરે, મહેકે બદન

હસ્તરેખા ભૂંસી નાંખી મેં પ્રથમ,
એ પછી ચીતરી શકાયું છે મિલન.

સાવ ખાલી થઈ જવું થઈને શબદ,
ને પછી ભૂલી જવું સઘળું કવન.

જેટલી અઘરી જુદાઈ આપણી,
એટલું જબરું થવાનું છે મિલન.

દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન

– શબનમ ખોજા

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ “તસ્બીહના બે પારા વચ્ચે”નું સાદર સ્વાગત…

સરળ બાનીમાં લખી હોવા છતાં પહેલા પઠને જ સીધા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાના શેરમઢી ગઝલ આજે આસ્વાદીએ…

23 Comments »

  1. પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ said,

    May 3, 2025 @ 11:34 AM

    અભિનંદન શબનમ

  2. Varij Luhar said,

    May 3, 2025 @ 11:35 AM

    કવયિત્રી શબનમ ખોજાના ગઝલ સંગ્રહ ‘તસ્બીહના બે પારા વચ્ચે’ને આવકાર.. અભિનંદન શુભકામનાઓ

  3. Mayur Koladiya said,

    May 3, 2025 @ 11:46 AM

    સરળ-સુંદર-સહજ

  4. વ્રજેશ મિસ્ત્રી said,

    May 3, 2025 @ 11:52 AM

    વાહ.. હસ્તરેખા અને દીવાનો જવાબ નહિ..!

  5. DILIPKUMAR CHAVDA said,

    May 3, 2025 @ 11:54 AM

    જોરદાર ગઝલ
    બધા જ શેર મજાના

  6. દમયંતી બારોટ said,

    May 3, 2025 @ 12:35 PM

    Tnx Dr Sab.
    Amara kutch ne ઉજાગર karva mate.
    Shabna khub kind & an intelligent.
    Dhardar lakhe 6.
    Mari to dikri jevi.
    Mare mate to તસ્બી ના બે પારા વચ્ચે aeno અગાધ પ્રેમ છે.
    Love u my बच्चा … शबनम ❤️

  7. Shifa sumra said,

    May 3, 2025 @ 1:46 PM

    આંખો ને જોવી ગમે ને કાનો ને હમેશ સાંભળવી ગમે, , એવી તમારી દરેક ગઝલ હૃદય સ્પર્શી હોય છે……. અભિનંદન શબનમ બેન… 💐💐

  8. VANRAJSINH SOLANKI said,

    May 3, 2025 @ 1:51 PM

    Waah!!! Waah !!! Waah !!!

  9. Nil Dani said,

    May 3, 2025 @ 1:54 PM

    શબનમજી… શબ્દો તમારી કલમ ના ગુલામ છે ને સાથે સાથે ગઝલ નો ભાવાર્થ સમજીએ માર્મિક સત્ય છે ગઝલમાં… જબરદસ્ત સંગમ છે બેઉ નો.. કોઈક સત્યનો આરાધક જ આવી રચના કરી શકે…. શુભકામનાઓ. …ખૂબ ખૂબ. ..

  10. અશોક અધિકારી said,

    May 3, 2025 @ 1:55 PM

    આપણા નગર મુન્દ્રા નું ઘરેણું છે કવિયત્રી શબનમ બહેન …તેમના કાવ્ય સંગ્રહ તસ્બીહ ના બે પારા વચ્ચેની યથાર્થતા આપણને સમજાઈ જાય તો જીવન માં બીજું કઈ પામવાની મહેચ્છા ન રહે …જીવન અને મૃત્યુ જેટલા જ નજીક પરંતુ પામવા માં દૂર આ બે પારા વચ્ચેનું અંતર કોઈ પરમ શક્તિ ના આશીર્વાદ કે સાધના દ્વારા જ દૂર થઈ શકે …શબનમ બહેન ને ખૂબ ખૂબ અભિનંદન સાથે બીજા આવાજ આયામ નો ઈંતજાર

  11. Radhika Thacker said,

    May 3, 2025 @ 2:02 PM

    ખૂબ જ હૃદયસ્પર્શી ગઝલ વ્હાલી શબનમ 😍

  12. જયેશ ભટ્ટ said,

    May 3, 2025 @ 2:16 PM

    સરસ ગઝલ…વાહ

  13. જયેશ ભટ્ટ said,

    May 3, 2025 @ 2:16 PM

    સરસ ગઝલ…વાહ… મત્લો તો વાહ

  14. Suman Luhana said,

    May 3, 2025 @ 3:12 PM

    હસ્ત રેખા ભૂસી નાખી પ્રથમ,
    એ પછી ચીતરી શકાયું છે મિલન..
    વાહ!! ખૂબ હૃદય સ્પર્શી

  15. Kishor Ahya said,

    May 3, 2025 @ 6:16 PM

    ’તસ્બીહ ના બે પારા વચ્ચે ‘ સુ. શ્રી.
    શબનમ ખોજા ના કાવ્ય સંગ્રહ ને ખૂબખૂબ આવકાર.

    પ્રેમ પછી જ્યારે તિરાડ પડે છે ત્યારે દિવસો ના દિવસો સુધી ,કદાચ વર્ષો સુધી પ્રેમીઓ પ્રેમની સ્મૃતિઓને વાગોળતા હોય છે ,અને છેલ્લે સામેના પાત્રે કરેલી ભૂલો અને પછી પોતે કરેલી ભૂલો યાદ કરતા હોય છે. કવિયત્રી એ અહીંયા એક પ્રેમ કથાના સર્જન પછી વિસર્જન ને પાછા સર્જન ની હોશ ધરાવતા બે પ્રેમીઓની કથા કહેતી ગઝલ લખી છે ,જે ખુબજ સુંદર છે. પહેલા શેરમાં જ પ્રેમી બીજા પ્રેમીને કહે છે,

    કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
    આવ તું જાતે કરી જો ઉત્ખનન.

    એક એક શેર લયબદ્ધ અને અર્થ સભર સુંદર શબ્દો ની ઉપયોગ ,છેલ્લો શેર તો ખુબજ મજાનો છે.

    એક દીવાની આત્મશ્રદ્ધા જોઈને
    સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન.

    કવિયત્રી એ ગઝલ નું શીર્ષક બહુ સરસ આપ્યું છે, તસ્બીહ એટલે માળા, માળા ના બે મણકા વચ્ચે, આપણે મનુષ્ય એટલે માળા ના મણકા.

    ખૂબ સરસ ,હૃદયસ્પર્શી શેર ખૂબ ગમ્યા.

  16. Kishor Ahya said,

    May 3, 2025 @ 6:31 PM

    ગઝલ સંગ્રહ ના શીર્ષક ની વાત છે .

  17. Pravin Shah said,

    May 3, 2025 @ 9:11 PM

    સરસ. સરસ અને ખૂબ સરસ !

  18. Shabnam Khoja said,

    May 3, 2025 @ 10:41 PM

    આદરણીય વિવેકસર,

    ખૂબ ઉમળકા સાથે મારા આ ગઝલ સંગ્રહને લયસ્તરો પર આવકારવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું.. 😇💐🙏

    અને સ્નેહ વરસાવનાર તમામ વડીલો અને સ્નેહીજનોને પ્રણામ – સ્નેહ–આભાર 🙏🏻🙏🏻😇

  19. vinod raval said,

    May 4, 2025 @ 4:07 AM

    સારો સંગ્રહ

  20. Narendrasinh1111 said,

    May 4, 2025 @ 12:04 PM

    ખુબ સુંદર રચના

  21. Dhrutimodi said,

    May 5, 2025 @ 4:15 AM

    ટૂંકી બહરમાં સુંદર ગઝલ !

    કેમ થ્યુંતુ પ્રેમનગરીનું પતન ?
    આવ તું જાતે કરી જો ઉત્ખનન

    એક દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
    સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન

    જેટલી અઘરી જુદાઈ આપણી,
    એટલું જબરું થવાનું છે મિલન

    વાહ ! 👌👌👍

  22. Shailesh gadhavi said,

    May 5, 2025 @ 6:17 PM

    અઢળક શુભેચ્છાઓ, સ્વાગત 💐💐

  23. લલિત ત્રિવેદી said,

    May 8, 2025 @ 5:19 PM

    એક વિશિષ્ઠ ગઝલ માટે શબનમબેન ને અભિનંદન… સ્વાગત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment