છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

લે, આ વરસ્યું જળ – લતા હિરાણી

લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…

બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..

દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…

– લતા હિરાણી

કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.

17 Comments »

  1. મયંક ઓઝા said,

    June 20, 2025 @ 12:55 PM

    વાહ . . વાહ . . 🌹

  2. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    June 20, 2025 @ 1:12 PM

    Wah
    સરસ ગીત

  3. Varij Luhar said,

    June 20, 2025 @ 1:13 PM

    વાહ.. સરસ..

  4. Vijay Parmar said,

    June 20, 2025 @ 2:29 PM

    Love these lines

  5. Vijay Parmar said,

    June 20, 2025 @ 2:30 PM

    Love these lines … Monsoon and poetry are deadly combination

  6. Aasifkhan Pathan said,

    June 20, 2025 @ 3:22 PM

    વાહ વાહ સરસ ગીત

  7. Hiren K Mungla said,

    June 20, 2025 @ 4:42 PM

    અદ્ભુત

  8. Hiren K Mungla said,

    June 20, 2025 @ 4:43 PM

    અદ્ભુત ,વાહ

  9. Sejal Desai said,

    June 20, 2025 @ 4:45 PM

    સુંદર ગીત

  10. લલિત ત્રિવેદી said,

    June 20, 2025 @ 5:19 PM

    સરસ વરસાદી કાવ્ય, બહુ સહજ પ્રાસ અને વરસાદ જેવો સહજ લય. . વાહ વાહ

  11. Tanu patel said,

    June 20, 2025 @ 5:37 PM

    સરસ વરસાદી ગીત.

  12. Kishor Ahya said,

    June 20, 2025 @ 8:18 PM

    કાવ્યની બીજી પંક્તિ
    બુંદ—બુંદ વાંચતા,
    ઘન બરસત બરસત બુંદ બુંદ…શાસ્ત્રીય સંગીતમાં ગવાતું ગીત યાદ આવી ગયું. કમાલનું કાવ્ય બન્યું છે, આ કાવ્ય વારવાર મમરાવવાનું ગમે તેવું છે. સુશ્રી લતાબેન નું આ કાવ્ય વાંચતા મન ઝૂમી ઊઠે છે. જેમ તબલા સંગીતમાં લયબદ્ધ તીન તાલ ,મન ને મુગ્ધ કરી દે છે તેમ અહીં આ કાવ્યની લય બદ્ધતા મનને મુગ્ધ કરે છે . કાવ્ય વરસાદ નું એક એવું વાતાવરણ ઊભું કરી દે છે કે જાણે બહાર વરસાદ ટપકી રહ્યો હોય.

    બરખા રીતુ આયી રે..ચલો ને પ્રિયા ….વરસાદ અને પ્રેમ …યુગે..યુગે થી સાથે.
    ઋતુઓમાં વર્ષાઋતુ ફ્કત જળ ને જ નથી લાવતી ,જીવન લાવે છે.વર્ષા થતા બધું જ વાતાવરણ બદલાય જાય છે ,એમાં કવયીત્રી પૂરા જાણેકે વર્ષામય થઈ ગયા છે ને મનમાં ગીતો ફૂટી શબ્દો બની ગયા છે. બહુ સુંદર શબ્દો છે

    વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર

    દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
    લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
    રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ..

    સૂશ્રી લતાબેન ને સરસ રચના આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થોડા વખત પહેલા જ સુ શ્રી લતાબેન ના ૨૮ માં કાવ્ય સંગ્રહ નું વિમોચન થયું. તેમના એકી સાથે સાત પુસ્તક વિવેચન થયા, તેમાં હાજર મહાનુભાવો એ લતાબેન ના ખૂબ ખૂબ વખાણ કર્યા. લતાબેનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી પડે.

    શ્રી વિવેકભાઈ એ બહુ સરસ આસ્વાદ આપ્યો છે. ગુજરાતી કવિઓ અને ભાષાને ઉતેજન આપતી ઘણી બધી વેબસાઇટ ઉપલબ્ધ છે જેમાં સુ શ્રી લતાબેનની વેબસાઈટ https://Kavyavishva.com અને https://vmtailor.com શ્રી વિવેકભાઈની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ છે વિવેકભાઈ એ વેબ પર સાતસો જેટલી સ્વરચિત કૃતિઓ મૂકી છે. વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવી બંને વેબ સાઇટ છે.

    🌹🌹

  13. Kishor Ahya said,

    June 20, 2025 @ 9:06 PM

    કાવ્યની પંક્તિ
    બુંદ—બુંદ વાંચતા,
    ઘન બરસત બરસત બુંદ બુંદ…શાસ્ત્રીય સંગીત યાદ આવી ગયું. કમાલનું કાવ્ય બન્યું છે, સુશ્રી લતાબેનનું વર્ષાકાવ્ય વાંચતા મન ઝૂમી ઊઠે છે. આ કાવ્યની લય બદ્ધતા મનને મુગ્ધ કરે છે . કાવ્ય વરસાદ નું એક એવું વાતાવરણ ઊભું કરી દે છે કે જાણે બહાર વરસાદ ટપકી રહ્યો હોય.

    બરખા રીતુ આયી રે..ચલો ને પ્રિયા ….
    વરસાદ ફ્કત જળ ને જ નથી લાવતો ,જીવન લાવે છે. વર્ષા થતા પૃથ્વી પરનું અને મનુષ્યના મનનું વાતાવરણ બદલાય જાય છે ,એમાં કવયીત્રી પૂરા જાણેકે વર્ષામય થઈ ગયા હોય તેમ જાણેકે મનમાં શબ્દો ફૂટી ગીત બની ગયા છે! બહુ સુંદર શબ્દો છે.

    વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર

    દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
    લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
    રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ..

    સૂશ્રી લતાબેન ને સરસ રચના આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    શ્રી વિવેકભાઈ એ ગીતનો બહુ સરસ આસ્વાદ આપ્યો છે.ખૂબ ખૂબ અભિનંદન.

    🌹🌹

  14. Parbatkumar Nayi said,

    June 20, 2025 @ 9:07 PM

    વાહ વાહ વાહ

  15. Mayurika Leuva-Banker said,

    June 20, 2025 @ 9:41 PM

    સુંદર વર્ષાકાવ્ય…

  16. Lata Hirani said,

    June 22, 2025 @ 9:32 AM

    આભાર વિવેકભાઈ.
    જેમને મારું ગીત ગમ્યું અને પ્રતિભાવ પણ લખ્યો એ સૌ મિત્રોની પણ હું આભારી છું.
    લતા હિરાણી
    http://www.kavyavishva.com

  17. Sejal Desai said,

    June 28, 2025 @ 12:43 PM

    સરસ વરસાદી ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment