બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી
બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.
હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…
રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…
– રાહુલ તુરી
મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.
હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.
(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)


jagdip nanavati said,
July 26, 2025 @ 12:24 PM
વાંચત મન ભયો ચંગા….
Dipak Peshwani said,
July 26, 2025 @ 12:37 PM
વાહ વાહ…
Riyaz Langda said,
July 26, 2025 @ 12:42 PM
વાહ!
Harihar Shukla said,
July 26, 2025 @ 12:43 PM
ઓહો!👌
અસ્મિતા said,
July 26, 2025 @ 1:07 PM
આહા…..બસ
રેણુકા દવે said,
July 26, 2025 @ 1:30 PM
વાહ વાહ અને વાહ…!
ખૂબ સરસ…મસ્ત મજાનું લયમાં વહી જતું અને વહાવી જતું સાદ્યંત સુંદર ગીત…જીયો…જીયો…!!
શીતલ ચંદારાણા ધનેશા said,
July 26, 2025 @ 3:05 PM
વાહ !
પૂજય બાપુ said,
July 26, 2025 @ 3:08 PM
ખૂબ જ મજેદાર ગીત… કવિને ખૂબ ખૂબ અભિનંદન સાથે પ્રેમ..
Sharmistha said,
July 26, 2025 @ 3:19 PM
વાહ.. મસ્ત 👌
Ramesh Maru said,
July 26, 2025 @ 5:09 PM
વાહ…
Ghanshyam Pandya said,
July 26, 2025 @ 6:23 PM
વાહ,
અદભુત ગીત.
વ્રજેશ મિસ્ત્રી said,
July 26, 2025 @ 10:02 PM
વધુ સ્પષ્ટ કરી આપી તમે.. બંને સર્જકોને અભિનંદન
Hiren K Mungla said,
July 27, 2025 @ 11:46 AM
ગણગણવામાં જે મજા આવી એટલી તમે જે અર્થો અંજવાળ્યા તેમાં મન આનંદીત થયું ,ખુબ સરસ
Rashmi Agnihotri said,
July 28, 2025 @ 2:31 PM
વાહ… ખૂબ સુંદર ગીત.. આંતર પ્રાસની યોજના ખૂબ સુંદર.. શૈલી જોઈને ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સહજ યાદ આવે. સર્જકને ખૂબ ખૂબ અભિનંદન 💐