સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

સહજ – નીતિન વડગામા

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.

આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું ?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.

ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

ભાવક સુધી એ જ કવિતા પહોંચે જે સહજતાથી આવી હોય… મથી મથીને શબ્દોના પાટિયાં ગમે એટલી કુશળતાથી કેમ ન બેસાડ્યાં હોય, સહૃદયી ભાવક કૃતકતા પકડી જ લે છે. જીવનમાં પણ જે સહજ અને સ્વાભાવિક હોય એ જ સાચું છે… એ સિવાયનું બધું નકામું.

12 Comments »

  1. Hiral Vyas said,

    December 27, 2025 @ 12:13 PM

    Wah!

  2. Vipul Mangaroliya said,

    December 27, 2025 @ 12:18 PM

    વાહ સરસ ગીત,

  3. Varij Luhar said,

    December 27, 2025 @ 12:28 PM

    વાહ.. ખૂબ સરસ ગીત

  4. કિશોર બારોટ said,

    December 27, 2025 @ 12:30 PM

    સુંદર ગીત 👌

  5. Parbatkumar Nayi said,

    December 27, 2025 @ 1:00 PM

    વાહ વાહ વાહ
    ઉમદા

  6. Aasifkhan Pathan said,

    December 27, 2025 @ 1:11 PM

    વાહ વાહ

  7. Dr. Vrajlal Savaliya said,

    December 27, 2025 @ 9:14 PM

    વાહ વાહ મનભાવન

  8. Kishor Ahya said,

    December 27, 2025 @ 10:29 PM

    કવિ શ્રી નીતિન વડગામાનું ગીત ‘સહજ’ વાંચતા કવિ શ્રી મકરંદ દવેનું ગીત ધૂળિયે મારગ ચાલ યાદ આવી ગયું.

    “વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી. ”

    શ્રી મકરંદ દવે કહે છે
    “ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,

    કબીરસાહેબની એક સાંખી છે

    “સદગુરૂ મોહે નિવાજીયા પ્યારા અમર બોલ,,,(સદગુરુ,હું તમને પ્રેમ કરું છું)
    શીતળ શબ્દ કબીર કા હંસા કરત હૈ કિલ્લોલ”

    આવુજ કિલ્લોલ કરતું-કરાવતું અને સાંસારિક ભારથી માનવીને દૂર રહેવા પ્રોત્સાહિત કરતું કવિ શ્રી નીતિન વડગામાનું ભક્તિ રસથી ભરેલુ ગીત સરસ એક ભજન જેવુ ગીત છે, જેમાં લય બદ્ધતા છે ,ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે, મનુષ્ય માટે બોધ પણ છે .

    પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
    સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.

    અહીં કવિએ મનુષ્યની મહાનતા દર્શાવી છે, પંથ પરનું પગલું આકાશ સુધી પહોંચે છે!. સમય સાચવતા આવડે તો સુખ આપોઆપ આવી જ જશે.

    સહજ પણે જીવન જીવી જવું એ ગીતનો ભાવ છે અને બધા ધર્મોનો સાર પણ એજ છે.ઈશ્વરે જીવન આપ્યું છે તો ઇશ્વર પર શ્રદ્ધા રાખો, ખોટી ચિંતા ભાર લઈને જીવવાની જરૂર નથી. ભાર ભૂલી જઈને એકવાર સંતોની કહે છે તેમ જીવવાની કોશિશ તો કરવી જ જોઈએ!

    કવિ કહે છે..
    “ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
    સહજ મળે તે સાચું.”

    ગીતના શબ્દો ખુબજ સરળ છે અને આવા ભક્તિ ભાવથી ભરેલા ગીત વાચતા જ મનની શાંતિ આપોઆપ આવે છે.

    કવિ શ્રી નીતિન વડગામાને સુંદર રચના આપવા માટે અભિનંદન!
    શ્રી વિવેકભાઈને સરસ ગીત પસંદ કરવા માટે અને સરસ આસ્વાદ માટે ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  9. લલિત ત્રિવેદી said,

    December 28, 2025 @ 11:14 AM

    વાહ વાહ

  10. Sejal Desai said,

    December 29, 2025 @ 4:02 PM

    વાહ..સહજ મળે તે સાચું..સુંદર ગીત

  11. Barin Dixit said,

    December 30, 2025 @ 12:50 AM

    સહજ મળે તે સાચું .
    આજના યુગમાં માણસ માત્ર આ ગીત પ્રમાણે જીવે તો કોઈને કોઈપણ પ્રકારની માનસિક તાણ ના થાય ! ના ડાયાબિટીસ ના બ્લડપ્રેશર.
    આટલું કરો તો ભગવાન પર વિશ્વાસ વધે અને પછી બધું જ સરસ થાય !
    સરસ કવિતા

  12. પ્રજ્ઞા વશી said,

    January 5, 2026 @ 3:52 PM

    ખૂબ સરળ અને સરસ ગીત . સહું ને તરત સમજાય અને સ્પર્શી જાય એવું ગીત , કવિને ખૂબ અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment